અમદાવાદ : આણંદ જિલ્લામાં અલગ સિવિલ હોસ્પિટલ બનાવવાની માંગણી સાથે જે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જાહેર હિતની અરજી કરવામાં આવી છે. તેમાં આજે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. જોકે ઘણા વર્ષો બાદ પણ આણંંદમાં જે સિવિલ હોસ્પિટલ હોવી જોઈએ તે નથી. હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી હતી અને આ મામલે કાર્યવાહી કરવાના પણ આદેશ આપ્યા છે.
25 વર્ષથી સિવિલ હોસ્પિટલ નથી : રાજ્યમાં આણંદ જિલ્લામાં છેલ્લા 25 વર્ષથી સિવિલ હોસ્પિટલ નથી તે મામલે જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ મામલે કોર્ટે રાજ્ય સરકારને સવાલ કરતાં જણાવ્યું હતું કે, કોર્ટમાં વિવાદ ન આવે ત્યાં સુધી કેમ કોઈ પણ કામ થતું નથી? રાજ્યમાં જનઆરોગ્યની સારી સુવિધાઓની વાતા માત્ર કાગળ પર કેમ રહે છે. આ સાથે જ કોર્ટે લોકોના સ્વાસ્થ્ય અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો Anand Civil Hospital in Trouble: જિલ્લામાં આખરે 23 વર્ષ પછી બની રહેલી સિવિલ હોસ્પિટલની કામગીરીમાં ફરી શું વાંધો આવ્યો, જુઓ...
સરકારે એક્શન પ્લાન રજૂ કર્યો : આ સમગ્ર મામલે મહત્વનું છે કે રાજ્ય સરકારએ પણ કોર્ટમાં સ્વીકાર્યું હતું કે આણંદમાં સિવિલ હોસ્પિટલ નથી એ વાત અમે પણ માનીએ છીએ. આ દિશામાં કામગીરી સરકાર દ્વારા ચાલુ કરી જ દેવામાં આવી છે. આ સાથે જ સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલ અંગેનો એક્શન પ્લાન પણ કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો.
જમીનની ફાળવણી કોર્ટમાં બતાવી: આ સાથે જ સરકારે કોર્ટમાં બાંહેધરી આપી છે કે સર્વે નંબર 1325ની જગ્યા સિવિલના નિર્માણ માટે ફાળવવામાં આવી છે. એટલું જ નહીં વર્ષ 2025 સુધીમાં સાણંદમાં સિવિલ હોસ્પિટલ બને તે માટેની દિશામાં કામગીરી પણ કરવામાં ચાલુ કરી દેવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો? : રાજ્યમાં આણંદ જિલ્લો નવો બનાવવામાં આવતા તેને 25 વર્ષથી વધુનો સમય થઈ ગયો હોવા છતાં પણ આણંદ જિલ્લાને હજુ સુધી પ્રાથમિક સારવાર અને સિવિલ હોસ્પિટલ નહીં મળતા લોકોને અને હાલાકીનો સામનો કરવો પડતો હતો. જેથી હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. પરંતુ આટલા વર્ષો થઈ ગયા હોવા છતાં પણ હજુ સુધી આણંદ જિલ્લાને સિવિલ હોસ્પિટલ ફાળવવામાં આવી નથી.
આ પણ વાંચો Gujarat High Court: આણંદ હોસ્પિટલના કામમાં વિલંબ થતાં હાઈકોર્ટે સરકાર પાસે માંગ્યા જવાબ
2016 થઇ હતી જાહેરાત : આ અરજીના અરજદારની રજૂઆત હતી કે, 2016માં ખુદ આણંદ જિલ્લાના કલેકટરે આણંદમાં અલગ સિવિલ હોસ્પિટલ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ હેતુ માટે થઈને જમીનની ફાળવણી પણ કરી દેવામાં આવી. પરંતુ તેમ છતાં હજુ સુધી આ મામલે આગળની કોઈપણ કાર્યવાહી થઈ જ નથી. રાજ્યમાં મોટાભાગના તમામ જિલ્લાઓને પોતાની અલગ સિવિલ હોસ્પિટલ છે, ત્યારે આણંદ જિલ્લાને પણ અલગ સિવિલ હોસ્પિટલ મળવી જોઈએ.
ૃહાઇકોર્ટે હોસ્પિટલનો એક્શન પ્લાન પણ માંગ્યો : મહત્વનું છે કે ગત સુનાવણીમાં હાઇકોર્ટે આણંદ સિવિલ હોસ્પિટલનો એક્શન પ્લાન પણ માંગ્યો હતો અને કહ્યું હતું કે રાજ્ય સરકારે સિવિલ હોસ્પિટલ અંગેનો પ્રોજેક્ટ અને એક્શન પ્લાન હાઇકોર્ટે સમક્ષ રજૂ કરવાનું રહેશે. આ સમગ્ર મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.