અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટે દુષ્કર્મના આરોપીને નિયમિત જામીન આપ્યા છે. આરોપી સામે દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો હતો પરંતુ મેડિકલ તપાસમાં આરોપી નપુંસક હોવાનું સાબિત થતા ગુજરાત હાઇકોર્ટે તેના નિયમિત જામીન મંજૂર કર્યા છે.
મેડિકલ ટેસ્ટના રિપોર્ટમાં નપુંસક સાબિત થયો દેશભરમાં મહિલાઓ પર દુષ્કર્મના કિસ્સા વધી રહ્યા છે. રોજે રોજ મહિલા ઉપર થતા દુષ્કર્મના સમાચાર સામે આવતા હોય છે પરંતુ ગુજરાતના અમદાવાદના શહેરનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ ઉપર દુષ્કર્મના આરોપ લગાવવામાં આવ્યો હતો પરંતુ મેડિકલ ટેસ્ટના રિપોર્ટમાં એ નપુંસક સાબિત થયો છે.
મોડલ દ્વારા થઇ હતી દુષ્કર્મની ફરિયાદ :આ સમગ્ર કેસની હકીકત જોઈએ તો અમદાવાદમાં રહેતી 27 વર્ષની મોડલ દ્વારા 55 વર્ષના ફોટોગ્રાફર ઉપર દુષ્કર્મ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. યુવતીએ ફોટોગ્રાફર સામે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદના પગલે પ્રશાંત ધાનકની 23 ડિસેમ્બર 2022 ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો Rajkot News : ઉપલેટાની સગીરા સાથે વારંવાર દુષ્કર્મ ગુજારનાર આરોપીને જિંદગીના અંતિમ શ્વાસ સુધીની જેલની સજા પડી
શું હતી ફરિયાદ :મોડલ યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે પ્રશાંત તેને મોડેલિંગ એસાઈમેન્ટની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. ગત વર્ષે નવેમ્બર મહિનામાં વિજય ચાર રસ્તા પાસે આવેલી એક હોટલમાં પ્રશાંત તેને લઈ ગયો હતો. જ્યાં યુવતી ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. પ્રશાંત સામે દુષ્કર્મની ફરિયાદ અને ધમકીની ફરિયાદ હેઠળ ફોજદારી ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો .
સેશન્સ કોર્ટ જામીન ફગાવ્યાં હતાં : આ સમગ્ર કેસ અમદાવાદ સિટી સિવિલ સેશન કોર્ટમાં ચાલી રહ્યો હતો. જ્યાં પ્રશાંતે જામીન માટે અરજી કરી હતી પરંતુ સેશન્સ કોર્ટ તેને જામીન આપવાની મનાઈ કરી હતી. સેશન્સ કોર્ટે મનાઈ કરતા આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાં નિયમિત જામીન માટે અરજી કરી હતી. આરોપીના વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે જેની ઉપર દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે તે વ્યક્તિ નપુંસક છે. દુષ્કર્મની ફરિયાદના પગલે આરોપીની પોલીસ તપાસના ભાગરૂપે ત્રણ વાર તેની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. પરંતુ મેડિકલ રિપોર્ટમાં સ્પષ્ટપણે જાણવા મળ્યું છે કે, આરોપી ફોટોગ્રાફર પ્રજનન ક્ષમતાના ટેસ્ટમાં નિષ્ફળ રહ્યો હતો.
આ પણ વાંચો Vadodara News : અમરેશ્વર ગામમાં દુષ્કર્મ કેસના આરોપીને 10 વર્ષની સજા, પોકસો એક્ટના ગુનામાં મહત્વપૂર્ણ ચુકાદો
ત્રણવાર થયાં પ્રજનન ક્ષમતાના ટેસ્ટ :યુવતી દ્વારા ખોટી રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, આરોપી ફોટોગ્રાફરના મેડિકલ તપાસમાં અનેક પ્રકારના પ્રયોગો કરવામાં આવ્યા તેમ છતાં પણ તે દર વખતે પ્રજનન ક્ષમતાના ટેસ્ટમાં નિષ્ફળ ગયો છે. તપાસ અધિકારીએ તમામ પુરાવા એકત્ર કર્યા તેમ છતાં પણ તેનું વીર્ય એકત્ર કરી શક્યા ન હતા. આ જ કારણથી આરોપીએ હજુ સુધી લગ્ન પણ કર્યા નથી. યુવતી દ્વારા આરોપી ફોટોગ્રાફર પાસે રૂપિયાની માંગણી કરાઇ હતી જ્યારે તેને રૂપિયા મળ્યા નહીં એટલે તેને ફોટોગ્રાફર સામે દુષ્કર્મની ખોટી ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર બાબતોને જોતા સ્પષ્ટ થાય છે કે તેમના પર જે આરોપ લગાવવામાં આવ્યો છે તે પણ ખોટો છે.
ટ્રાયલ પૂર્ણ થવામાં સમય લેશે : જસ્ટિસ સમીર દવેની ખંડપીઠે આ સમગ્ર કેસની સુનાવણી સાંભળ્યા બાદ દુષ્કર્મના આરોપી ફોટોગ્રાફરના નિયમિત જામીન મંજૂર કર્યા હતા. કોર્ટે અવલોકન કર્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ જોતા સ્પષ્ટપણે જણાય આવે છે કે અરજદાર વિરુદ્ધ ફરિયાદ એક ગુપ્ત હેતુથી દાખલ કરવામાં આવી હતી. જોકે આ કેસ મામલે કોર્ટ ટ્રાયલ પૂર્ણ થવામાં સમય લેશે, એટલે આરોપીને રૂપિયા 10000 ના અંગત બોન્ડ સાથે નિયમિત જામીન આપવામાં આવે છે.