અમદાવાદ: દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના દ્વારા 2002માં સામાજિક કાર્યકર્તા મેઘા પાટકર પરના ગાંધી આશ્રમમાં થયેલા કથિત હુમલાના કેસમાં ટ્રાયલ સ્થગિત માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે વી કે સક્સેનાને આ કેસમાં જ્યાં સુધી અરજીનો અંતિમ નિકાલ ના થાય ત્યાં સુધી હાઇકોર્ટે વચગાળાની રાહત તરીકે સ્ટે આપ્યો છે. આ સાથે જ આ કેસમાં હાઇકોર્ટે કેન્દ્રને પણ પક્ષકાર તરીકે ઉમેર્યું છે. આ કેસમાં યુનિયન ઓફ ઇન્ડિયાને નોટિસ જારી કરી છે.
29 ઓગસ્ટના રોજ વધુ સુનાવણી: LG સકસેનાના એડવોકેટ જલ ઉનવાલાએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે અમદાવાદ મેજિસ્ટ્રેટ કોર્ટે આ સુનાવણીમાં બીજા અન્ય પાસા ઉપર ધ્યાન આપ્યું જ નથી. બીજા અન્ય પાસાઓને તપાસ થયા વગર જ મેજિસ્ટ્રેટ કોર્ટે આ કેસમાં સ્ટેની માંગણીને ફગાવી દીધી હતી. કલમ 361 હેઠળ સક્સેનાને રક્ષણ આપવામાં આવે. આ કેસમાં વધુ સુનાવણી 29 ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે મેઘા પાટકર વર્સીસ વીકે સક્સેનાના આ કેસમાં હાઇકોર્ટ ગત સુનાવણીમાં હાઇકોર્ટે વચગાળાનો સ્ટે આપ્યો હતો.
શું છે સમગ્ર કેસ?: વર્ષ 2002માં ગાંધી આશ્રમ ખાતે નર્મદા બચાવો આંદોલન અંતર્ગત મેધા પાટકરને સંસ્થા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેથી તેઓ 7 એપ્રિલ 2002ના રોજ ગાંધી આશ્રમ આવ્યા હતા. જ્યાં તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ મેધા પાટકર સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે આરોપી રોહિત પટેલ, અમિત ઠાકર, ભાજપના હાલના ધારાસભ્ય અમિત શાહ, વિનય સકસેના સહિતના લોકો સામે ચાર્જશીટ કરી હતી.