અમદાવાદ : ભાજપના ધારાસભ્ય અને પૂર્વ પ્રધાન ગજેન્દ્રસિંહ પરમાર સામે પોક્સો એક્ટ હેઠળનો જે હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. તેમાં વધુ એક અરજી કરવામાં આવી છે. આ કેસમાં અરજદાર દ્વારા ઝડપથી ન્યાય મળે અને કેસ ઝડપી ચલાવવામાં આવે તે મુદ્દે અરજી દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર સામે ગુજરાત હાઇકોર્ટમાં પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે આ કેસ મુદ્દે અરજદાર દ્વારા પ્રધાન ગજેન્દ્રસિંહ પરમાર સામે અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં રજૂઆત કરવામાં આવી છે કે જે આ કેસ ચાલી રહ્યો છે. તેની ઝડપથી સુનાવણી કરવામાં આવે અને ઝડપથી ન્યાય અપાવવા માટે વિનંતી કરવામાં આવી છે.
પરમારની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે : ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર સામે એટ્રોસિટીઅને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. તેમના વિરુદ્ધ હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જોકે ગજેન્દ્ર પરમાર આની સામે હાઇકોર્ટમાં અરજી કરેલી છે અને હાઇકોર્ટે તેમની આ અરજીને માન્ય રાખીને અત્યારે તેમની ધરપકડ સામે સ્ટે મૂકવામાં આવ્યો છે. ચુકાદાને અનામત રાખવામાં આવ્યો છે. જે હવે અરજદાર દ્વારા ગજેન્દ્ર પરમાર વિરુદ્ધ વધુ એક અરજી કરી લેવામાં આવી છે અને ઝડપથી ન્યાય માટે માંગણી કરી છે, ત્યારે હવે ગજેન્દ્ર પરમારની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.
આ પણ વાંચો :પ્રેમમાં પડતા કોલેજના નવ-યુવાનોને પોકસો વિશે માહિતગાર કરવા જરૂરીઃ હાઈકોર્ટ