ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat High Court : ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણીને આપવામાં આવી ફુલ કોર્ટ વિદાય - undefined

ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણીને આજે નિવૃતિની પૂર્વ સંધ્યાએ ફૂલ કોર્ટ વિદાય આપવામાં આવી છે. આ વિદાય પ્રસંગે ગુજરાત હાઇકોર્ટમાં તમામ જસ્ટિસ તેમજ ગુજરાત બાર એસોસિયન્સ દ્વારા તેમના અત્યાર સુધી કરવામાં આવેલા કાર્યને લઈને પ્રશંસા કરવામાં આવી હતી.

Gujarat High Court : ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણીને આપવામાં આવી ફુલ કોર્ટ વિદાય
Gujarat High Court : ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણીને આપવામાં આવી ફુલ કોર્ટ વિદાય

By

Published : Feb 24, 2023, 10:42 PM IST

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટમાં માત્ર નવ દિવસ સુધી મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળનાર ગુજરાત હાઇકોર્ટના પહેલા મહિલા ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણીને આજે માનભેર વિદાય આપવામાં આવી હતી.

પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણી : સોનિયા ગોકાણીએ આજના પ્રસંગે જણાવ્યું હતું કે, જ્યારે તેમણે આ વ્યવસાયમાં પ્રવેશ કર્યો હતો, ત્યારે તેમના શહેરમાં માત્ર બે કે ત્રણ જ મહિલા વકીલો હતી. એક યુવાન મહિલા વકીલ તરીકે તેમને આ વ્યવસાયમાં અનુકૂલન સાધુ ખૂબ જ અઘરું પડી રહ્યું હતું , પરંતુ મેં આ વ્યવસાયમાં આ પડકારોને ઝીલ્યા હતા અને 1985માં તમામ પ્રકારના પડકારો સાથે બે પોતાને સાબિત કરી હતી.

ચીફ જસ્ટિસ ગોકાણી : ચીફ જસ્ટિસ ગોકાણીએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટીસ બેલા ત્રિવેદીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો તેમણે કહ્યું હતું કે, અમારી મિત્રતા અમદાવાદ શહેરની સિવિલ કોર્ટથી શરૂ થઈ હતી જે ગુજરાત હાઇકોર્ટ સુધી ચાલુ રહી. મહત્વનું છે કે, સોનિયા ગોકાણી દ્વારા મહિલા વકીલોના હિતમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. તેમણે હાઇકોર્ટમાં ઘોડિયાઘરની વ્યવસ્થાને મંજૂરી આપી છે. આ સાથે જ હાઇકોર્ટના કેમ્પસમાં સેનેટરી પેડ અને વેન્ડિંગ મશીન પણ લાવવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.

મોરબી દુર્ઘટના કેસમાં મહત્વના આદેશ કર્યા છે :માત્ર નવ દિવસના કાર્યકાળ દરમિયાન પણ ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણી દ્વારા બંધારણીય કાયદા, સેવા કાયદા પ્રત્યક્ષ અને પરોક્ષના કર કાયદા, જમીન સંપાદનના કાયદા, નાગરિક અને ફોજદારી કાયદા, પર્યાવરણીય કાયદાઓ અને બૌદ્ધિક સંપદાઓના કાયદાઓ પર કામ કરવામાં આવ્યું છે. આ સાથે જ મોરબી દુર્ઘટના જેવા હોનારતના કેસમાં પણ તેમણે મહત્વના આદેશ કર્યા છે. આ સાથે જ ગુજરાત હાઇકોર્ટમાં છેલ્લા ઘણા લાંબા સમયથી ચાલતી ગુજરાતી માતૃભાષાની જાહેર હિતની અરજી ઉપર પણ તેમણે મહત્વનો ચુકાદો આપ્યો છે.

આ પણ વાંચો :Defamation Cases : રાહુલ ગાંધી સામે બદનક્ષી કેસ, ગુજરાત હાઇકોર્ટમાં મેટ્રો કોર્ટના હુકમને પડકારતી કરી અરજી

સૌથી ટૂંકા કાર્યકાળ સાથે ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણી :ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયન્સ દ્વારા ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેમણે થોડા સમયમાં પણ અડગ પણ દયાળુ અભિગમ દાખવીને જે રીતે ઝડપથી કેસોનો નિકાલ લાવ્યા છે તેનાથી લોકોને ઝડપી ન્યાય પ્રક્રિયામાં વિશ્વાસ બેઠો છે. ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ અને સૌથી ટૂંકા કાર્યકાળ સાથે ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણી ગુજરાતના મુખ્ય ન્યાયાધીશ પદ તરીકે 16 ફેબ્રુઆરી ના રોજ નિયુક્ત થયા હતા.

આ પણ વાંચો :Gujarat High Court News : ગેરકાયદેસર કતલખાના મામલે સુનાવણી, સરકાર અને દુકાનદારોને મીંટિંગ કરી રિપોર્ટ સોંપવા આદેશ

For All Latest Updates

TAGGED:

cj

ABOUT THE AUTHOR

...view details