અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટે બાર એસોસીએશનના પ્રમુખ યતીન ઓઝા સામે ક્રિમિનલ કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરી હોવાની વિગતો સામે આવી છે. ગુજરાત હાઇકોર્ટ બાર એસોસીએશનના પ્રમુખ યતીન ઓઝાએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને લખેલા પત્રમાં રજૂઆત કરી હતી કે, ગુજરાત હાઈકોર્ટ સટ્ટાબજાર જેવી છે.
જેમાં પૈસાવાળા વર્ગના કેસની લિસ્ટિંગ જલ્દી થાય છે. આ આક્ષેપ પર ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેંચે યતીન ઓઝા સામે ક્રિમિનલ કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરી છે. હાઈકોર્ટે આ મુદ્દે યતીન ઓઝા પાસેથી 16મી જૂન સુધીમાં જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો છે.