- ગુજરાતના 200 થી વધુ બાર એસોસિએશનની ચૂંટણી યોજાવા જઇ રહી
- GHAA એ પણ કોરોના કાળમાં મહત્વની ભૂમિકા ભજવી
- GHAA ના 15 જેટલા પદો માટે 52 ઉમેદવારોએ ફોર્મ ભરાયા
અમદાવાદઃ17 ડિસેમ્બરના રોજ ગુજરાતના 200 થી વધુ બાર એસોસિએશનની ચૂંટણી(Election of the Bar Association)યોજાવા જઈ રહી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસીએશન(Gujarat High Court Advocates Association -GHAA)ની ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે. પ્રમુખ, ઉપપ્રમુખ, જોઇન્ટ સેક્રેટરી, ખજાનચી અને 10 કમિટી સભ્યો સહિત કુલ 15 જેટલા પદોની ચૂંટણી યોજાનાર છે. GHAA ની ચૂંટણીના પરિણામ ચૂંટણી થયાના સાંજ સુધીમા જાહેર કરી દેવામાં આવશે.
GHAAના 15 જેટલા પદો માટે 52 ઉમેદવારોએ ફોર્મ ભરાયા
મહત્વનું છે કેગુજરાત હાઇકોર્ટવકીલ બાર એસોસિએશન (Gujarat High Court Advocates Association )માટે ગત તારીખ 6 થી 8 ડિસેમ્બર સુધી ફોર્મ ભરાયા હતા. 8 ડિસેમ્બરે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હતી. આ દરમિયાન GHAAના 15 જેટલા પદો માટે 52 ઉમેદવારોએ ફોર્મ ભરાયા હતા. જેમાંથી 10 ઉમેદવારો મહિલા ઉમેદવાર તરીકે જાહેર થયા છે. કોરોનાના કારણે આ વખતે થનારી ચૂંટણીમાં ઉમેદવારોએ કોરોના કાળમાં કરેલી કામગીરીના આધારે જ મત મળે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે.
શું કહે છે એડવોકેટ હાર્દિક બ્રહ્મભટ્ટ?