અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી કે જેમાં પોલીસ દ્વારા જો કોઈ પણ પ્રકારના નવા નિયમો બહાર પાડવામાં આવે છે તેના વિશે સામાન્ય નાગરિકોને જાણ થવી જોઈએ. ગુજરાત હાઇકોર્ટે આ અરજીને માન્ય રાખતા અમદાવાદ પોલીસ કમિશનરને જેટલા પણ હુકમો બહાર પાડવામાં આવે છે તથા જે પણ નિયમો છે તે પોલીસની વેબસાઈટ પર મૂકવા માટે આદેશ આપ્યો હતો.
હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી: અમદાવાદ કમિશનર દ્વારા કોર્ટના આ હુકમનું પાલન ન કરાતા હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. અમદાવાદ પોલીસ કમિશનરને હાઇકોર્ટ ફટકાર ફગાવી હતી. પોલીસ મિશનરને બનાવેલા નિયમોને વેબસાઈટ પર મુકવા આદેશ આપ્યો હતો. વેબસાઈટ ઉપર નિયમો અને હુકમોને મુકવા માટે કેટલા દિવસમાં કામ પૂર્ણ થશે. તેનું સોગંદનામાં સાથે રજૂઆત કરવા માટે કોર્ટે કહ્યું હતું. આ સમગ્ર મામલે એવી રજૂઆત સરકાર તરફથી કરવામાં આવી હતી કે પોલીસની વેબસાઈટ ધીમી ચાલી રહી છે. જોકે કોર્ટ દ્વારા તેમની આ રજૂઆતને માન્ય રાખવામાં આવી ન હતી.
શું છે સમગ્ર મામલો? : આ અરજી હાઇકોર્ટમાં માહિતી અધિકારના કાયદા ચાર હેઠળ કરવામાં આવી હતી. જેમાં સામાન્ય નાગરિકોને પણ તમામ પ્રકારના પોલીસના હુકમો અને નિયમો જાણવાનો અધિકાર છે. આ અરજીની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કમિશનર દ્વારા આપવામાં આવતા વિવિધ હુકમો અને નિયમોને લઈને વેબસાઈટ પર માહિતી પ્રસારિત કરવા માટે આદેશ કર્યો હતો.
વેબસાઇટ પર પોલીસની માહિતી: પોલીસની તમામ માહિતી વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવે જેવી કે પોલીસના નિયમો, રેગ્યુલેશન્સની સૂચનાઓ અને પોલીસ કમિશનરના તાબા હેઠળ આવતા કર્મચારીઓ તેમજ પોલીસકર્મીઓ દ્વારા રાખવામાં આવતા રિપોર્ટ્સ પણ મૂકવામાં આવે.
ગુજરાત પોલીસ એકટ 33: આ સાથે જ હાઇકોર્ટે આદેશ પણ આપ્યો હતો કે કોઈપણ નિયમો કે કાયદો બનાવવામાં આવ્યો હોય તેનાથી સામાન્ય નાગરિકો અજાણ રહેવા જોઈએ નહીં. તેથી કોઈપણ સંજોગોમાં જો પોલીસ કોઈપણ કાર્યક્રમની કે પરવાનગી પણ જો નામંજૂર કરવામાં આવે છે તો તે કયા સંજોગોમાં અને કયા કારણોસર નામંજૂર કરી છે તેની વિગતો પણ વેબસાઈટ પર મૂકવામાં આવવી જોઈએ. ગુજરાત પોલીસ એકટ 33 હેઠળ જે પણ નિયમો બનાવવામાં આવ્યા હોય તે તમામ વિગતો પણ વેબસાઈટ પર પ્રસારિત કરવામાં આવે. આ મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ભરવામાં આવશે.
- Rath Yatra 2023 : રથયાત્રા પોલીસ માટે મોટો પડકાર, કમિશનર કચેરીએ બેઠકમાં અનેક મુદ્દાઓ પર કરાઈ ચર્ચા
- Ahmedabad Crime: નકલી IAS અધિકારી બનીને 16 લાખનું જોબ પેકેજ લીધુ, આ રીતે ઝડપાયા
- Ahmedabad CP: અમદાવાદ CPનો યોજાયો વિદાય સમારંભ, પોલીસ અને પ્રજાનો માન્યો આભાર