અમદાવાદ: દેવન મહેન્દ્રભાઈ દેસાઈ અને એડવોકેટ શ્રીમતી મોક્ષા કિરણ ઠક્કરને ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ વાત ખુદ કાયદા પ્રધાન કિરણ રિજીજુ એ ટ્વીટ કરીને કહી હતી. આ બન્નેની નિમણુક બાદ કુલ જજની સંખ્યા 31 થઈ છે. સુપ્રીમ કોર્ટ કોલેજીયમ તરફથી એક ઠરાવ પારીત થયા બાદ ગુજરાત હાઈકોર્ટને બે નવા જજ મળ્યા હતા. આ બે વ્યક્તિના નામ સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન અને રાજ્યપાલ પણ સહમત હતા.
હાઇકોર્ટના ન્યાયાધીશ: ગુજરાત હાઇકોર્ટમાં તાજેતરમાં જ નવા પાંચ ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારે હવે ગુજરાત હાઇકોર્ટને વધુ બે નવા ન્યાયાધીશો મળ્યા છે. કેન્દ્ર સરકારે બુધવારે ગુજરાત હાઇકોર્ટના એડિશનલ જજ તરીકે વધુ બે એડવોકેટની નિમણૂક ને મંજૂરી આપી છે. કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા આ અંગેની સુચના પ્રકાશિત કરવામાં આવી હતી. એડવોકેટ દેવેન્દ્ર મહેન્દ્ર દેસાઈ અને મોક્ષા કિરણ ઠક્કરને ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક આપી છે.
આ પણ વાંચો Gujarat High Court News : આવા રસ્તા અને ઢોર મુદ્દે સરકારને સીધો સવાલ કરતી ગુજરાત હાઇકોર્ટ, એએમસી રિપોર્ટ આપશે
નિમણૂક કરવામાં આવી:કેન્દ્રીય કાયદા પ્રધાન કિરણ રિજ્જુએ જણાવ્યું હતું કે ,ભારતના બંધારણ હેઠળની સંબંધિત જોગવાઈઓ મુજબ એડવોકેટ દેવન મહેન્દ્રભાઈ દેસાઈ અને એડવોકેટ શ્રીમતી મોક્ષા કિરણ ઠક્કરને ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવે છે. હું તેમને મારી શુભકામનાઓ પાઠવું છું. તારીખ 2 માર્ચ 2023 ના રોજ સુપ્રીમ કોર્ટના કોલેજોને આ વકીલોની ભલામણ કર્યા પછી આ નિમણૂક કરવામાં આવી હતી.
ભલામણ સાથે સંમતિ:સુપ્રીમ કોર્ટ કોલેજીયમ દ્વારા પસાર કરાયેલા ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત હાઇકોર્ટે નવા ન્યાયાધીશો માટે તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ અને બે સૌથી વરિષ્ઠ ન્યાયાધીશોનો અભિપ્રાય લીધો હતો. સર્વ સંમતિથી 26 સપ્ટેમ્બર 2022 ના રોજ એડવોકેટ દેવેન્દ્ર મહેન્દ્ર દેસાઈ અને એડવોકેટ મોક્ષા કિરણ ઠક્કરના નામની ભલામણ કરવામાં આવી હતી.આ સાથે જ આ ઠરાવમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન અને રાજ્યપાલે પણ આ ભલામણ સાથે સંમતિ દર્શાવી હતી.
આ પણ વાંચો High Court: રાજ્યની શાળાઓમાં ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવાનો મુદ્દે HCનો મહત્વનો ચૂકાદો
તમામ બાબતોનું મૂલ્યાંકન: ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા આપવામાં આવેલા ઈનપુટ સહિત રેકોર્ડ પર મૂકવામાં આવેલી સામગ્રીની તપાસ અને તમામ બાબતોનું મૂલ્યાંકન કર્યું છે. અમે વિભાગ દ્વારા કરવામાં આવેલા અવલોકનો પણ ધ્યાનમાં લીધા છે અને ત્યારબાદ આ લોકોની નિમણૂક કરવામાં આવી છે.1 માર્ચ 2023 થી ગુજરાત હાઇકોર્ટ તેની 52 માન્ય સંખ્યાની સાથે 24 ન્યાયાધીશો સાથે કામ કરી રહી હતી. ત્યારબાદ નવા 5 ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવતા 29 ની સંખ્યા થઈ હતી . હવે નવા વધુ બે ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવતા હાઈકોર્ટની કુલ જસ્ટિસોની સંખ્યા 31 થઈ છે.