- ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશને કોર્ટે સમક્ષ કેટલાક મહત્વપૂર્ણ સૂચનો કરાયા
- નાના જિલ્લાઓમા થતા ટેસ્ટિંગ, RTPCR ટેસ્ટિંગના પરિણામોમાં વિલંબ
- સુરેન્દ્ર નગરમાં ગામડાઓના હોસ્પિટલોમાં વેન્ટિલેટરનો અભાવ
અમદાવાદ :ગુજરાત હાઇકોર્ટમાં આવતીકાલે સૂનવણી યોજાવાની છે. આ અગાવું ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશને કોર્ટે સમક્ષ કેટલાક મહત્વપૂર્ણ સૂચનો કર્યા છે. આ સૂચનોમાં નાના જિલ્લાઓમા થતા ટેસ્ટિંગ, RT-PCR ટેસ્ટિંગના પરિણામોમાં થતો વિલંબઅને GMDC ગ્રાઉન્ડ ખાતે સૂચારૂ વ્યવસ્થાના અભાવને લઇ સૂચનો અરજીમાં રજૂ કરવામાં આવ્યા છે.
આદિવાસી વિસ્તારમાં ટેસ્ટિંગ અને યોગ્ય સારવારનો અભાવ
અરજીમાં સૂચન કરવામાં આવ્યું છે કે, રાજ્યના આદિવાસી વિસ્તારમાં ટેસ્ટિંગ અને યોગ્ય સારવારનો હજી પણ અભાવ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર, ગોધરા, નર્મદા, વ્યારા,પાલનપુર, છોટાઉદેપુર, સાણંદ જેવા જિલ્લાઓમાં વ્યવસ્થાને લઇ સૂચનો કરવામાં આવ્યા છે. જિલ્લાઓની પરિસ્થિતિ ગંભીર હોવા ઉપર પોતાની ચિંતા વ્યક્ત કરતા જણાવવામાં આવ્યું છે કે, ગ્રામ્ય વિસ્તારો માં PHC સેન્ટર છે. પરંતુ નિષ્ણાંત ડોક્ટરો નથી સુરેન્દ્ર નગરમાં ગામડાઓના હોસ્પિટલોમાં વેન્ટિલેટરનો અભાવ છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ICU બેડ નથી. વધૂમાં તાલુકાક્ષેત્રે માત્ર 50 એન્ટિજન ટેસ્ટ જ કરવામાં આવી રહ્યા છે. છોટા ઉદેપુરમાં સિટીસ્કેન સેન્ટરનો અભાવ છે. તેમજ છોટા ઉદેપુર રિમોટ એરિયામાં મેડિકલ સ્ટાફ અને એક્સપર્ટ ડૉક્ટરનો અભાવ પણ જોવા મળે છે.