ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Gram Panchayat Election Result 2021: ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામમાં જોવા મળ્યાં અનોખા કિસ્સા, જાણો - ગુજરાતમાં ચૂંટણીના અનોખા પરિણામો

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એનોખા પરિણામો બનાસકાંઠામાં પહેલીવાર નાની વયની યુવતી સરપંચ ચૂંટણી જીતી સરપંચ પદ મેળવ્યું છે તો તેની સામે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાનાં પીપળા ગામમાં વૃદ્ધાને લોકોએ ગામનો વિકાસ કરવાનો મોકો આપ્યો છે. (Gujarat Gram Panchayat Election 2021)જ્યારે પાટણ જિલ્લામાં હારીજ તાલુકાના ખાખલ ગામમાં બે મહિલા ઉમેદવારોને એક સરખા મત મળતાં અનોખું પરિણામ જાહેર થયુ છે.જ્યારે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચણાકા ગામના સરપંચ પદે દયાબેન રામાણી વિજય થયો છે. સરપંચ પદે વિજેતા ઉમેદવાર આમ આદમી પાર્ટીના સમર્થન ઉમેદવાર હોવાનું બહાર આવ્યું છે. ચણાકા ગામ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું ગામ છે.

Gujarat Gram Panchayat Election Result 2021: ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામમાં જોવા મળ્યાં અનોખા કિસ્સા, જાણો
Gujarat Gram Panchayat Election Result 2021: ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામમાં જોવા મળ્યાં અનોખા કિસ્સા, જાણો

By

Published : Dec 21, 2021, 9:13 PM IST

અમદાવાદઃબનાસકાંઠા જિલ્લામાં 530 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. આજે ગ્રામ પંચાયત ચૂંટણીઓના પરિણામ આવી રહ્યાં છે ત્યારે જિલ્લામાં પહેલીવાર નાની વયની યુવતી સરપંચ ચૂંટણી(Banaskantha youngest Woman Sarpanch) જીતી હોવાનું સામે આવ્યું છે. કાંકરેજના સમણવા ગામની 21 વર્ષની યુવતીએ સરપંચ પદ (21 year old Kankrej girl won Sarpanch Election 2021)મેળવ્યું છે. જ્યારે જિલ્લામાં સૌથી નાની વયે કાજલબેન ઠાકોર સરપંચ બન્યા છે. આજે યોજાયેલી કાંકરેજ ગામની સમણવા ગામની ગ્રામ પંચાયતની મતગણતરીમાં કાજલબેન ઠાકોરને 105 મતથી વિજેતા બન્યા હતાં.

પાટણમાં અનોખું પરિણામ

પાટણ જિલ્લાના હારીજ તાલુકાના ખાખલ ગ્રામ પંચાયતની ચૂંટણીનું (Gujarat Gram Panchayat Election 2021)અનોખું રિજલ્ટ આવ્યું છે. હારીજ તાલુકાના ખાખલ ગામમાં બંને ઉમેદવારોને સરખા મત મળતા લોકો મુજંવણમાં મુકાયા હતા કે કોને સરપંચ તરીકે નિમવામાં આવે. હારીજના ખાખલ ગામના (Patan Election Result 2021 ) બંને મહિલા ઉમેદવારો નિલાબેન ઠાકોર 776 મત સામે હરીફ ઉમેદવાર કુંવરબેનને પણ 776 મત મળ્યા હતા. જેથી ખાખલ ગ્રામજનોએ એકઠા થઈને બંને ઉમેદવારો માટે અઢી અઢી વર્ષ માટે શાસન કરવા ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી. જેમાં પ્રથમ અઢી વર્ષ માટે નિલાબેન ઠાકોર સરપંચ પદ સંભાળશે અને અઢી વર્ષ પૂર્ણ થતાં નિલાબેન સરપંચ પદેથી રાજીનામુ આપશે, બાદમાં અઢી વર્ષના સરપંચ પદ માટે કુંવરબેન સંભાળશે સરપંચ પદ સંભાળશે તેવું સર્વાનું મતે નિર્ણય કરવામાં આવ્યો છે.આમ પાટણ જિલ્લાની ગ્રામ પંચાયતોની મતગણતરીમાં ખાખલ તાલુકાની બંને મહિલા ઉમેદવારોને એક સરખા મત મળતાં ગામ લોકોએ સામૂહિક રીતે નિર્ણય લઈને બંને ઉમેદવારોને સરપંચ પદ સંભાળવા માટે એક સરખો સમય ગાળો આપીને સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સુરેન્દ્રનગરમાં વૃદ્ધા સરપંચ

ગુજરાત રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની ધમાલ વચ્ચે સુરેન્દ્રનગર જીલ્લાનાં ધ્રાંગધ્રા તાલુકાનાં પીપળા ગામમાં સરપંચની ચૂંટણીમાં મહિલા ઉમેદવાર ગોમતીબેન નાથુભાઈ ચાવડા જેવો સરપંચની ચૂંટણીના વિજેતા બન્યા છે. તેઓને કુલ 432 મળ્યા જેમાં 50 મતની લીડથી જીતના વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. ધાંગધ્રા તાલુકાના પીપળા ગામમાં 95 વર્ષના વૃદ્ધા ગોમતીબેન ચાવડા સરપંચ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. જેઓ પીપળા ગામમાં રોડ રસ્તા અને પાણી સહિતની પ્રાથમિક સુવિધા તેમજ સરકારની વિવિધ યોજનાનો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને લાભ અપાવશે તેવું આ મહિલા દ્વારા જણાવવામાં આવ્યું છે.

વૃદ્ધા સરપંચ

આ ગામમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સરપંચ

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચણાકા ગામના(Chanaka village of Bhesan taluka of Junagadh ) સરપંચ પદે દયાબેન રામાણી વિજય થયો છે. સરપંચ પદે વિજેતા ઉમેદવાર આમ આદમી પાર્ટીના સમર્થન(Aam Aadmi Party ) ઉમેદવાર હોવાનું બહાર આવ્યું છે.ચણાકા ગામ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું ગામ છે. ચણાકા ગામમાં આમ આદમી સમર્થક મહિલા ઉમેદવાર સરપંચ પદે વિજેતા થતા જૂનાગઢ જિલ્લામાં ભાજપના વિજય અભિયાનને ધક્કો લાગતો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃGujarat Gram Panchayat Election Result 2021: કાંકરેજની 21 વર્ષની યુવતીએ સરપંચ પદ જીત્યું

આ પણ વાંચોઃGujarat High Court Stay on Recruitment : માહિતી વિભાગના વર્ગ-1 અને 2ની ભરતી ઉપર હાઇકોર્ટનો સ્ટે

ABOUT THE AUTHOR

...view details