ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad News: ગુજરાત સરકારની ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ પર એક્સાઇઝ ડ્યુટી ઉઘરાવવાના જાહેરનામાને પડકારવામાં આવ્યું - ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ પર એક્સાઇઝ ડ્યુટી

સરકારના ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા  ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ પર એકસાઇઝ ડ્યુટી ઉઘરાવવાના જાહેરનામાને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યું છે. સુરતના ચલથાણ ખાંડ ઉદ્યોગ અને શક્તિ ડિસ્ટેલરી દ્વારા આ જાહેરનામાની સામે હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.

gujarat-governments-announcement-of-levy-of-excise-duty-on-industrial-alcohol-was-challenged
gujarat-governments-announcement-of-levy-of-excise-duty-on-industrial-alcohol-was-challenged

By

Published : Jun 22, 2023, 7:30 PM IST

અમદાવાદ: ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ પર એક્સરસાઇઝ ડ્યુટી ઉઘરાવવાના જાહેરનામાની ગુજરાત હાઇકોર્ટમાં પડકાર કરવામાં આવ્યો છે. ડ્યુટી ઉઘરાવવાનો હક માત્ર બંધારણીય મુજબ કેન્દ્ર સરકાર પાસે છે જ્યારે રાજ્ય સરકાર તેની પર ઉઘરાવી શકે નહીં તેવી પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જાહેરનામાને હાઇકોર્ટમાં પડકાર:સરકારના ગૃહ વિભાગ દ્વારા 1 એપ્રિલ 2018 ના રોજ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ પર ઉત્પાદક અને ડીલરે લીટરે ₹300 ડ્યુટી ભરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આજ જાહેરનામાને જે બાબતનો ઉલ્લેખ છે તેની સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે.

'ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ બને છે જેમાં 95% કરતા પ્રુફ આલ્કોહોલ હોય છે. જેને રેક્ટિફાઇડ સ્પિરિટ પણ કહેવામાં આવે છે આ સ્પિરિટ નો ઉપયોગ દવાખાનામાં થાય છે અને આ સ્પિરિટ ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં પણ જાય છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા એક એપ્રિલ 2018 ના રોજ આ પ્રોડક્ટ પર 300 રૂપિયા પર પ્રુફ લીટર એ ડ્યુટી વસૂલવાની જાહેરાત કરવામાં આવી હતી.' -હસીત દવે, અરજદારના વકીલ

ડ્યુટી વસૂલવામાં આવી રહી છે:આ પ્રોડક્ટ ઉપરની રિકવરી સરકાર દ્વારા 14 સપ્ટેમ્બર 2022 થી શરૂ કરવામાં આવી હતી. આના ઉપર જે ડ્યુટી વસૂલવામાં આવી રહી છે તે ઉત્પાદનોને ધ્યાનમાં રાખતા કરોડોમાં થાય છે. હવે આ કરોડો રૂપિયાને જ્યારથી સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં જેટલું પણ આલ્કોહોલ વેચવામાં આવ્યો હોય કે તેનું ઉત્પાદન કર્યું હોય તેના પરની ડ્યુટીના કરોડો રૂપિયા સરકાર દ્વારા ઉદ્યોગો પાસે માંગવામાં આવી રહ્યા છે.

અનેક બાબતોને ધ્યાને લઈને અરજી દાખલ: ભારતીય બંધારણની જોગવાઈ મુજબ જ્યારે કર ઉઘરાઓની સત્તા માત્રને માત્ર કેન્દ્ર પાસે જ છે. રાજ્ય સરકાર તેની પાસે કર ઉઘરાવી શકે નહીં. તેથી આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને ભારતીય બંધારણની જે વિરુદ્ધ છે તે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આ અરજી દાખલ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજ દિન સુધીમાં રાજ્ય સરકારે અરજદાર પાસેથી કુલ 1 ,65,88,440 જેટલી રૂપિયાની રિકવરી લેવામાં આવી છે.

હાઇકોર્ટે પાઠવી નોટિસ: આ સમગ્ર મામલે સુનાવણી બાદ હાઇકોર્ટે રાજ્ય સરકારના ગૃહ વિભાગ રાજ્યના એક્સરસાઇઝ અને પ્રોહિબેશન ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ડિરેક્ટર સુરતના પ્રોહીબેશન અને એક્સસાઇઝ ઓફિસરને નોટિસ આપી છે. આ મુદ્દે સુનાવણી આગામી પાંચ જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.

  1. Bhavnagar News: રાશનકાર્ડ કૌભાંડ અંગે હાઇકોર્ટે રાજ્ય સરકાર સહિત ભાવનગર કલેકટર તેમજ પક્ષકારોને નોટિસ પાઠવી
  2. Ahmedabad News: અમદાવાદ જગન્નાથ મંદિરની કરોડોની ગૌચર જમીનનો વિવાદ હાઇકોર્ટ સમક્ષ પહોચ્યો

ABOUT THE AUTHOR

...view details