રાજ્યમાં 6 થી 8 નવેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, ભરુચ, ભાવનગર, ગીરસોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી સહીતના જિલ્લાઓમાં 'મહા' વાવાઝોડાની સંભાવનાને લઇને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 'મહા' વાવાઝોડાના કારણે રાજ્યમાં 60થી 70 KM ગતિએ પવન ફૂંકાઇ શકે છે.
'મહા' વાવાઝોડાનું સંકટ, રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કરી એલર્ટ કર્યાં - maha cyclone latest news
અમદાવાદ: ગુજરાત સરકારે 'મહા' વાવાઝોડાના પગલે પરિપત્ર જાહેર કરીને રાજ્યના અનેક જિલ્લાઓને એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા 'મહા' વાવાઝોડાને પગલે 6 થી 8 નવેમ્બર સુધી 60 થી 70 KMની ગતિએ પવન સાથે ભારે વરસાદની આગાહી કરી છે. 'મહા' વાવાઝોડાને લઇને રાજ્યના અનેક જિલ્લા ચેતવણી આપવામાં આવી છે.
maha
દરિયાકિનારાના વિસ્તારોને દરિયા ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં મહા વાવાઝોડાની સંભાવના છે. ગુજરાતમાં રાહત બચાવ કરવા માટે સરકાર ખડે પગે રહેશે. હવામાન વિભાગના ડાયરેક્ટ જયંત સરકારે 6 થી 8 નવેમ્બરના રોજ 'મહા' વાવાઝોડાની આગાહી કરી છે.
ઉલ્લેખનીય છે કે, અરબી સમુદ્ર લો પ્રેશર સરક્યુલેટ થતા 'મહા' વાવાઝોડાની સંભાવના છે. રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કરીને એલર્ટ જાહેર કર્યું છે.
Last Updated : Nov 6, 2019, 6:44 PM IST