ગુજરાતનો સ્થાપના દિવસ : ગુજરાતી કલાકાર મયૂર વાકાણીનો સંદેશ - અભિનેતા
ગુજરાત રાજ્યના 61માં સ્થાપનાદિને ગરવા ગુજરાતીઓની અસ્મિતા અને સંસ્કારશાલીનતા ભર્યાં શુભેચ્છાસંદેશ વ્યક્ત કરવામાં આવી રહ્યાં છે. ત્યારે ગુજરાતી અભિનેતા મયૂર વાકાણીએ સૌ ગુજરાતીઓને સુંદર સંદેશ પાઠવ્યો છે.
ગુજરાતનો સ્થાપના દિવસ : ગુજરાતી કલાકાર મયૂર વાકાણીનો સંદેશ
અમદાવાદઃ આજે ૧ મે એટલે ગુજરાતનો સ્થાપત્ય દિવસ.એટલે કે આજના દિવસે ગુજરાત બૃહદ મુંબઈથી અલગ થયું ,અને ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. અસલમાં ગુજરાતને વૈદિક કાળમાં આનર્ત દેશ તરીકે ઓળખવામાં આવતું હતું.સોમનાથ મંદિર, ગિરનાર પર્વતનો જેમ પૌરાણિક ઇતિહાસ જોવા મળે છે તેમ જ મહાભારત દરિમયાન શ્રીકૃષ્ણએ ગુજરાતના પશ્ચિમ કિનારા પર દ્વારિકા નગરી વસાવી હતી. પાંડવો જે વિરાટ નગરીમાં અજ્ઞાતવાસમાં રહેલાં તે વિરાટ નગરી પણ આજના કચ્છ પ્રદેશમાં હતી.