અમદાવાદ: ગુજરાત સરકારના વન નેશન વન ચલણ પ્રોજેક્ટ હેઠળ આજથી ગુજરાતમાં અમદાવાદની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ ખાતે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ઈ-ચલણ દંડની રકમ જો 90 દિવસમાં નહીં ચૂકવવામાં આવે તો વાહ માલિકની એસએમએસ દ્વારા નોટિસ આપવામાં આવશે.
'ગુજરાત રાજ્યમાં જેટલા પણ ઈ ચલણ હશે તેને વન નેશન વન ચલણ હેઠળ ઇસ્યુ કરવામાં આવશે. જો ઇ-ચલણની દંડની રકમ 90 દિવસની અંદર ચૂકવવામાં ન આવે તો ઇ-ચલણ આપમેળે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટના સર્વર પર મોકલી દેવામાં આવશે. વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટના આ કેસ હાથ ધરવા પર અને નોટિસ કાઢવાની કાર્યવાહી કરવાથી વાહન માલિકના મોબાઈલ ફોન પર SMS દ્વારા નોટિ સ મોકલવામાં આવશે. વાહન માલિક વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ દ્વારા નિર્દિષ્ટ કરાયેલ દંડ ઓનલાઈન પેમેન્ટ દ્વારા ચૂકવી શકેછે અથવા ઈચ્છે તો નિયમિત કોર્ટમાં કેસ લડવાનું પસંદ કરી શકે છે.' -અશોક ઉકરાણી, રજીસ્ટાર, આઇટી વિભાગ
ઈ-ચલણ ટ્રાફિક કોર્ટ: 90 દિવસ પછીના તમામ ઈ-ચલણ ટ્રાફિક કોર્ટના ન્યાયાધીશની કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર દેખાશે. કાયદા મુજબનો જે પણ દંડ હશે તે કોમ્પ્યુટર સ્ક્રીનમાં નાખવામાં જ આવેલ છે. દંડની રકમ કે તેથી વધુ રકમ ન્યાયાધીશ જેવી પણ નોટિસ ઇસ્યુ બટન ઉપર ક્લિક કરશે એવું તરત જ વાહન માલિકને નોટિસ મોકલવામાં આવશે. આ નોટિસ ભારત સરકારના સારથી પ્રોજેક્ટ તેમજ વાહન પ્રોજેક્ટ હેઠળ સર્વર તરફથી જ તેમને નોટિસ મોકલવામાં આવશે. જે પણ દંડની રકમ નક્કી થયેલી છે તે તમામ વિગતો વાહન માલિકને તેમાં મળી રહેશે.
વાહન માલિકોને દંડની રકમ મળ્યા પછી તેમની પાસે બે વિકલ્પ ઉપલબ્ધ રહેશે:
- જે પણ દંડની રકમ નક્કી કરવામાં આવી છે તે ભરી દેશે એટલે ઈ ચલણ પૂરું થયેલું ગણાશે.
- દંડની રકમ ના ભરવી હોય તો કેસ પણ લડી શકે છે.