ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુર્જર ધરાના અણમોલ રત્નો યાદ કરીએ… દેશ અને દુનિયામાં ડંકો વગાડયો છે - રવિન્દ્ર જાડેજા

પ્રાચીન ગ્રંથોમાં ગુજરાતનો ઉલ્લેખ જોવા મળે છે. પ્રાચીન કાળમાં ગુજરાતને આનર્ત પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો, આ આનર્ત પુત્ર રેવત દ્વારિકાનો શાસક હતો. ભગવાન કૃષ્ણએ વ્રજ છોડીને સૌરાષ્ટ્રમાં આવેલી દ્વારિકા નગરી વસાવી હતી. કૃષ્ણએ જે નગરી વસાવી હતી તે સમુદ્રમાં ગરકાવ થઈ હોવાનું કહેવાય છે, પરંતુ તેના પુરાવા સમયાંતરે મળતા રહે છે. ગુજરાતના લોથલ અને રામપુર જેવા વિસ્તારોમાંથી હડપ્પન સંસ્કૃતિના અવશેષ મળી આવ્યા છે. થોડો ઈતિહાસ મોર્યવંશમાં પણ મળી આવ્યો છે. ત્યાર પછી મૂળરાજ સોલંકીએ ગુજરાતમાં સોલંકીવંશની સ્થાપના કરી. અહી ગુર્જર જાતિના લોકોનો મોટો વસવાટ હોવાથી આ વિસ્તાર ગુર્જર દેશ તરીકે ઓળખાતો હતો, અને સંમયાતરે ગુર્જર પરથી ગુજરાત પ્રદેશ તરીકે ઓળખાયો.

ગુર્જર ધરાના અણમોલ રત્નો યાદ કરીએ… દેશ અને દુનિયામાં ડંકો વગાડયો છે
ગુર્જર ધરાના અણમોલ રત્નો યાદ કરીએ… દેશ અને દુનિયામાં ડંકો વગાડયો છે

By

Published : May 1, 2020, 5:56 AM IST

1 મે, 1960એ ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે, ત્યારે ગુજરાતની ભૂમીને વંદન કરીને તેની વિભૂતિઓને યાદ કરીએ. ગુર્જર ધરા પર બે જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવ અને નાગેશ્વર મહાદેવના બેસણા છે. દરિયા કિનારે ભગવાન દ્વારિકાધીશ ગુજરાતની આન, બાન અને શાન સાચવે છે. ચોટિલાના ડુંગર પર મા ચામુંડા, ગબ્બર ગઢ પર આદ્યશક્તિ મા અંબા, પાવાગઠમાં મહાકાળી, ભાવનગરની મા ખોડિયાર અને બહુચરાજીમાં મા બહુચર ગુજરાતને શક્તિ પ્રદાન કરે છે.

વર્તમાનમાં ગુજરાતનો વિકાસ દેશમાં રોલમોડલ બન્યું છે. એવો ગુજરાત પ્રદેશે કેટલીય વિભૂતિઓને જન્મ આપ્યો છે. દેશની સ્વતંત્રતામાં ખૂબ મોટો ભાગ ભજવનાર મહાત્મા ગાંધીજી પોરબંદરના વાણીયા કુંટુબમાં જન્મ થયો હતો, આજે ગાંધીજી દેશના રાષ્ટ્રપિતા છે. પાકિસ્તાનના સર્જક એવા મોહમ્મદઅલી ઝીણાના વંશજો પણ સૌરાષ્ટ્રના પાનેલીમાં જન્મ્યા હતા. દેશને એક કરવામાં ગુજરાતી એવા સરદાર વલ્લભભાઈ પટેલે ખૂબ મોટુ કામ કર્યું છે, અને તેમને અંખડ ભારતનું નિર્માણ કર્યું હતું.

ગુર્જર ધરાના અણમોલ રત્નો યાદ કરીએ… દેશ અને દુનિયામાં ડંકો વગાડયો છે
ગુજરાતી મોરારજી દેસાઈ, નરેન્દ્રભાઈ મોદી, અમિત શાહ સહિત કેટલાય નેતાઓએ રાજકારણમાં કાઢુ કાઢ્યું છે. વડનગરના નરેન્દ્ર મોદી તો દિલ્હીની ગાદી શોભાવી છે, તેઓ બીજી ટર્મમાં પણ વડાપ્રધાન પદ પર આવ્યા છે. ધીરુભાઈ અંબાણી અને તેમના પુત્ર મુકેશ અંબાણઓએ વિશ્વમાં ડંકો વગાડ્યો છે. આરબીઆઈના ગવર્નર ઊર્જિત પટેલ, ક્રિકેટરોમાં જામ રણજીતસિંહજી, કરશન ઘાવરી, ચંદુ બોરડે, પાર્થિવ પટેલ, રવીન્દ્ર જાડેજા, ઈરફાન પઠાણ સહિત અનેકોઅનેક નામો છે, કે જેઓ ગુજરાતની ધરતીના સંતાનો છે, અને તેમણે દેશનું નામ રોશન કર્યું છે.

જય જય ગરવી ગુજરાત

ABOUT THE AUTHOR

...view details