અમદાવાદદેશનું સૌથી મોટું લોકશાહીનું પર્વ એટલે કે ચૂંટણી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Elections) તારીખઆખરે જાહેર કરી દેવામાં આવી છે. જેને લઈને તમામ રાજકીય પાર્ટીઓ પણ પોતાના પ્રચાર પ્રસારનો આખરી ઓપ આપવામાં રહ્યો છે. દરેક રાજકીય પાર્ટી દ્વારા પણ પોતાના અલગ અલગ વિધાનસભા ઉપર પોતાની ઉમેદવારોનું નામ પણ નક્કી કરી દેવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી પહેલાથી જ પોતાના 108 નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. ભાજપઅને કોંગ્રેસ દ્વારા પણ આગામી ટૂંક જ સમયમાં પોતાના ઉમેદવાર નામ જાહેર કરશે.તો આવતી કાલે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના મુખ્યપ્રધાનનો ચહેરાની ( aap Chief Minister face) જાહેરાત કરશે.
ગુજરાતની અંદર ચૂંટણીરાજકીય પાર્ટી મર્યાદામાં રહીને ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) મહાપ્રધાન મનોજ સોરઠીયા જણાવ્યું હતું કે આજે ગુજરાતની અંદર ચૂંટણીની તૈયારીઓ થઈ રહી છે. અને લોકશાહીનું મહાપર્વ ગુજરાત વિધાનસભાની ચુંટણી. હવે ગુજરાતની જનતાને પોતાના મતનો ઉપયોગ કરવાનો સમય આવ્યો છે. ઇલેક્શન કમિશનએ આજે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં ઘણી નવી વાતો અને નવી યોજનાઓ પણ આ વખતે ગુજરાત ઇલેક્શનમાં મૂકવામાં આવી છે. અને સાથે આશા રાખું છું કે ગુજરાતની તમામ રાજકીય પાર્ટીઓ નિષ્પક્ષ રહીને અને મર્યાદામાં રહીને સારી રીતે ગુજરાતી આ ચૂંટણી જે રીતે ગુજરાતનો રેકોર્ડ રહ્યો છે તેવી રીતે આ વખતે પણ ચૂંટણી પૂર્ણ કરશે.