અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થાય ત્યારે રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય તેમના અને ઉમેદવારોના હ્રદયના ધબકારા (Gujarat Election Interesting Results ) વધી જતા હોય છે. ગુજરાતમાં ચૂંટણી પરિણામો વિશે જાણીએ તો ગુજરાતમાં 1962માં વિધાનસભાની પ્રથમ ચૂંટણી થઈ હતી. ત્યારથી માંડીને છેલ્લી 2017ની વિધાનસભાની ચૂંટણીના પરિણામોનું ( Gujarat Assembly Election ) વિશ્લેષણ કરીએ તો કેટલાક પરિણામ એવા દેખાઈ આવ્યાં છે કે જે સૌને ચોંકાવી દીધા હોય અને રાજકીય પંડિતોને પણ અંચબામાં( Highest and Lowest Margin Victory Detail ) નાંખી દીધાં હતાં. સૌથી વધુ અને ઓછા માર્જિનથી જીતના કેટલાક ઉદાહરણ જોઇએ.
સૌથી વધુ માર્જિન સાથેની જીત2007ના વર્ષમાં વિધાનસભાની ચૂંટણી થઈ હતી, તેમાં સુરત જિલ્લાની ચોર્યાસી બેઠક પર ભાજપ ( BJP ) માંથી નરોત્તમભાઈ પટેલ અને સામે કોંગ્રેસ ( Congress ) માંથી ધાનાણી જનકભાઈ ગોવિંદભાઈ ચૂંટણી લડ્યા હતાં. પરિણામ (Gujarat Election Interesting Results ) જાહેર થયા ત્યારે ભાજપના નરોત્તમભાઈ પટેલને 5,84,098 મત મળ્યા હતા અને કોંગ્રેસના જનકભાઈ ધાનાણીને 2,37,158 મત મળ્યા હતા. આમ ભાજપના નરોત્તમભાઈ પટેલ ગુજરાતના ઈતિહાસમાં સૌથી વધુ 3,46,940 ભારે મતના માર્જિનથી ( Highest and Lowest Margin Victory Detail ) વિજયી બન્યાં હતાં.આ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રસપ્રદ પરિણામ હતું.
સૌથી વધુ મત મેળવવાનું કારણ 2002માં નરોત્તભાઈ પટેલ ગુજરાત વિધાનસભામાં જીત્યા હતાં, અને તેઓ તે વખતે પાણી પુરવઠાપ્રધાન બન્યાં હતાં. 2004માં સુરતમાં પૂર આવ્યું હતું, ત્યારે નરોત્તમભાઈની સહાય કામગીરી ખૂબ વખણાઈ હતી. તેઓને 2007માં મતદારોએ ખોબલે ખોબલે મત આપ્યાં હતાં. ચોર્યાસી બેઠકના જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો આ વિસ્તારમાં કોળી પટેલ, પાટીદાર અને ઉત્તર ભારતીયમાં મરાઠી લોકોની વસ્તીની બહુમતી છે. આથી નરોત્તમભાઈ સૌથી વધુ માર્જિનથી ( Highest and Lowest Margin Victory Detail )જીત્યાં હતાં.
સૌથી ઓછા માર્જિન સાથેની જીત 1975માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, તેમાં મહેસાણા જિલ્લાની ખેરાલુ બેઠક પર કોંગ્રેસમાંથી ઠાકોર શંકરજી ઓખાજી અને અપક્ષ ઉમેદવાર દેસાઈ મોહનભાઈ નથુભાઈ ચૂંટણી લડ્યા હતાં. પરિણામ (Gujarat Election Interesting Results )આવ્યાં ત્યારે કોંગ્રેસના શંકરજી ઠાકોરને 20,659 મત અને અપક્ષ મોહનભાઈ દેસાઈને 20,648 મત મળ્યા હતાં. આમ કોંગ્રેસના શંકરજી ઠાકોર માત્ર 11 મતથી જીત્યા હતાં. જે ગુજરાતના ઈતિહાસમાં સૌથી ઓછા માર્જિન ( Highest and Lowest Margin Victory Detail )સાથેની જીત છે.આ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રસપ્રદ પરિણામ હતું.