ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતના ડાંગમાં માત્ર 2 ટ્રાંસજેન્ડર મતદાતા, સૌથી વધારે આ જિલ્લામાં - Gujarat election Commissioner

રાજ્યના ચૂંટણીપંચે મતદારોની (Gujarat Total Voter list) યાદી જાહેર કરી દીધી છે. રાજ્યમાં કુલ કેટલા મતદાતાઓ છે એનો આંકડો સ્પષ્ટ થઈ ગયો છે. જેમાં સ્ત્રી, પુરૂષ અને ટ્રાંજેન્ડરની પણ ગણતરીને આવરી લેવામાં આવી છે. જોકે, આ વખતે ચૂંટણીપંચે સ્થિતિને ધ્યાને લઈને તમામ તૈયારીઓ કરી છે. થોડા સમય પહેલા કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ ગાંધીનગર આવી હતી અને સ્થિતિની સમીક્ષા કરી હતી.

ગુજરાતના ડાંગમાં માત્ર 2 ટ્રાંસજેન્ડર મતદાતા, સૌથી વધારે આ જિલ્લામાં
ગુજરાતના ડાંગમાં માત્ર 2 ટ્રાંસજેન્ડર મતદાતા, સૌથી વધારે આ જિલ્લામાં

By

Published : Oct 10, 2022, 9:27 PM IST

અમદાવાદઃગુજરાત રાજ્યમાં આવનારા દિવસોમાં (Gujarat Total Voter list) ગમે ત્યારે ચૂંટણીનુંરણશીંગુ ફૂંકાઈ શકે છે. જેને લઈને ચૂંટણી પંચની તૈયારીઓ દેખાઈ રહી છે. કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ સમીક્ષા કરીને ગયા બાદ હવે રાજ્યના ચૂંટણીપંચે મતાદાતાઓની એક યાદી જાહેર કરી છે. જેમાં ક્યા જિલ્લાઓમાં કેટલા મતદાતા, કેટલા સ્ત્રી અને કેટલા પુરૂષો છે એની વિગત સ્પષ્ટ થઈ ચૂકી છે. જોકે આ વખતે ગુજરાતમાંથી (Gujarat Assembly Election 2022) સૌથી વધારે સિનિયર સિટિઝન પણ મતદાન કરવાના છે.

સૌથી વધારે ટ્રાંસજેન્ડરઃગુજરાત રાજ્યમાં સૌથી વધારે ટ્રાંસજેન્ડર વડોદરામાં છે. જેની સંખ્યા કુલ 223 છે. એ પછી બીજા ક્રમે અમદાવાદ આવે છે. જ્યાં ટ્રાંસજેન્ડરની સંખ્યા 211 છે. એ પછી ત્રીજા ક્રમે આણંદ જિલ્લો આવે છે. જ્યાં સંખ્યા કુલ 123 છે. જ્યારે ચોથા ક્રમે સુરત જિલ્લો આવે છે. જ્યાં કુલ 159 ટ્રાંસજેન્ડર છે. કુલ 1417 ટ્રાંસજેન્ડર આ જિલ્લાઓના છે. જ્યારે સૌથી ઓછા ડાંગ જિલ્લામાં છે. એની સંખ્યા માત્ર 2 છે. ત્યાર બાદ નર્મદામાં 3, મોરબીમાં 4 અને તાપીમાં 5 ટ્રાંસજેન્ડર છે.

ABOUT THE AUTHOR

...view details