અમદાવાદ રાજ્યમાં ચૂંટણીનો (Gujarat Election 2022) પારો ગરમ છે. રાજકીય પાર્ટીઓ એકબીજાની ખેંચતાણ કરવામાંથી ઊંચી નથી આવી રહી. તેવામાં સુરતમાં પોલીસે એક કારમાંથી 75 લાખ રૂપિયાની રોકડ રકમ કબજે કરી છે. ને આ કાર બીજી કોઈ પાર્ટીની નહીં પરંતુ (Gujarat Political News) કૉંગ્રેસની છે. અધુરામાં પૂરું આ ઘટનાના એક ચોંકાવનારા સીસીટીવી કેમેરા પણ સામે આવ્યા છે, જેમાં કૉંગ્રેસના નેતા ભાગતા નજરે પડી રહ્યા છે તેવો દાવો કરવામાં આવ્યો છે.
આરોપી રાજસ્થાન કૉંગ્રેસનો નેતા સુરતમાં એક કારમાંથી 75 લાખ રૂપિયાની રોકડ રકમ (Surat Congress Cash Kand) મળતાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. તેમાંથી આરોપી ઉદય ગુર્જર રાજસ્થાન કૉંગ્રેસ સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા ફોટોમાં તે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત સાથે પણ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ રાહુલ ગાંધી જ્યારે ગુજરાત આવ્યા હતા. ત્યારે પણ તે સભામાં તે હાજર હતો. તો પોલીસ હવે આ કેશ કાંડમાં વધુ તપાસ કરી રહી છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા ફોટોમાં તે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત સાથે પણ જોવા મળી રહ્યો છે સીસીટીવીમાં ભાગતા નેતા કૉંગ્રેસના નથી કારમાં કૉંગ્રેસની પ્રચાર સામગ્રી મળતા કૉંગ્રેસ પર હવે આક્ષેપ થઈ રહ્યા છે. આ તમામની વચ્ચે કૉંગ્રેસના પ્રવક્તા નૈષધ દેસાઈએ એવો દાવો કર્યા હતો કે, આ ભાજપનું ષડયંત્ર છે. જોકે, આ ઘટનાની વચ્ચે એક સીસીટીવી પણ સામે આવી રહ્યા છે, જેમાં એક વ્યક્તિ ભાગતો દેખાય છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ કૉંગ્રેસના નેતા બી. એમ. સંદિપ છે, પરંતુ હજી સુધી તે સ્પષ્ટ થઈ શક્યું નથી. કૉંગ્રેસ પણ આ મામલે સતત કહી રહી છે કે, ફક્ત કારમાંથી કોઈનું આધારકાર્ડ મળવાથી કંઈ સાબિત થતું નથી. તેમ જ દોડતો વ્યક્તિ તેમના નેતા છે જ નહીં.
શું હતો મામલોઆદર્શ ચૂંટણી આચાર સંહિતાના (Code of Conduct in Gujarat) અમલ માટે સુરત શહેરમાં ઠેર ઠેર ચેકિંગ ચાલી રહી છે. ત્યારે મહિધરપુરા પોલીસ સ્ટેશન (Mahidharpura Police Station) નજીક SSTની ટીમ તહેનાત હતી. તે જ સમયે ઈનોવા કારને રોકી તપાસ કરતાં તેમાંથી 75 લાખ રૂપિયાની રોકડ મળી હતી. કાર પર રાહુલ ગાંધીના કાર્યક્રમનો વીઆઈપી પાર્કિંગ સ્ટીકર જોઇ પોલીસ અને અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. આપને જણાવી દઈએ કે, પોલીસે પકડેલી કાર મહારાષ્ટ્ર પાસિંગની છે, જેનો નંબર એમએચ 04 ઇએસ 9907 છે. તો આ કારમાંથી 75 લાખની રોકડ રકમ પકડાતાં રાજકારણ ગરમાશે તેમ જ રાજકારણ નવી દિશામાં જશે તે નક્કી છે.