અમદાવાદઆદિવાસી મતદારોને રિઝવવા (Tribal voters of Gujarat) માટે રાજકીય પાર્ટીઓએ આ વખતે ફરી એડીચોટીનું જોર લગાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi Public Meeting in Tribal belt) પોતે આદિવાસી વિસ્તારોમાં સભાઓ ગજવી તેમની સરકાર આદિવાસીઓ માટે કામ કરી (Tribal Assembly seats in Gujarat) રહી છે ને તેમની સાથે જ છે તેવી વાતો કહી હતી. સાથે જ વડાપ્રધાને રેકોર્ડબ્રેક મતદાન કરવાની પણ અપીલ કરી હતી. તેમ છતાં આદિવાસી મતદારો પર તેની કોઈ અસર થઈ નહતી તેવું દેખાઈ રહ્યું છે.
મતદાન ઘટ્યું આ વખતે ભરૂચની ઝઘડિયા બેઠક પર 77.65 ટકા મતદાન થયું છે. જ્યારે અહીં વર્ષ 2017માં 81.44 ટકા થયું હતું. એટલે કે 3.79 ટકા મતદાન ઘટ્યું છે. આ બેઠક પર આદિવાસીઓના રોબિનહૂડ ગણાતા છોટુ વસાવા ફરી ચૂંટણી મેદાને હતા. તો માંગરોળ બેઠક ર 60 ટકા, વર્ષ 2017ની ચૂંટણીમાં 77.77 ટકા મતદાન થયું હતું. તો માંડવી બેઠક પર 76.02 ટકા, વર્ષ 2017માં 80.45 ટકા, મહુવા બેઠક પર 71.36 ટકા, વર્ષ 2017માં 76.92 ટકા મતદાન થયું હતું. ઉપરાંત વ્યારામાં 65.29, નિઝરમાં 77.87 ટકા, કપરાડામાં 75.17 અને ઉમરગામમાં 61.75 ટકા મતદાન થયું હતું. જ્યારે ગણદેવીમાં 66.24, વાંસદામાં 70.62 ટકા, ધરમપુરમાં 64.77 ટકા મતદાન થયું હતું.
PMની અપીલ ઝાંપા સુધીવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi Public Meeting in Tribal belt) દાહોદ, વલસાડ, નવસારી જેવી આદિવાસી વિસ્તારોમાં જાહેરસભાઓ ગજવી હતી. તેમણે દર વખતની જેમ અહીં પણ આદિવાસી મતદારોને રેકોર્ડબ્રેક મતદાન કરવાની અપીલ કરી હતી. જોકે, તેની કોઈ અસર જોવા મળી નથી. તે સ્પષ્ટપણે દેખાયું છે. બીજી તરફ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પણ પ્રયાસ નિષ્ફળ નિવડ્યા હોય તેવું લાગી રહ્યું છે.
મોરબીમાં 67 ટકા મતદાન બીજી તરફ આ વખતે પાટીદારોનું વર્ચસ્વ ધરાવતી મોરબી બેઠક પર 67 ટકા જ મતદાન (Low Vote turnout in Morbi) થયું છે. અહીં ગયા વર્ષે 75 ટકા જેટલું મતદાન થયું હતું. એટલે કે તે સ્પષ્ટ જોઈ શકાય છે કે, અહીંના સ્થાનિકો હજી પણ 30 ઓક્ટોબરે મોરબી બ્રિજ દુર્ઘટનાને લઈને નારાજ છે. આ દુર્ઘટનામાં 130થી વધુ લોકોના મોત થયા હતા. અહીંની વાંકાનેર બેઠક પર 72 ટકા મુસ્લિમ મતદારો નિર્ણાયક સાબિત થાય છે.
પોરબંદરમાં મતદાન ઘટ્યું તો આ વખતે પોરબંદરમાં માત્ર 54.8 ટકા મતદાન થયું છે. અહીંથી ભાજપે બાબુ બોખિરીયા (Babu Bokhiria BJP Candidate Porbandar) અને કૉંગ્રેસે અર્જૂન મોઢવાડિયાને મેદાને (Arjun Modhvadia Congress Candidate Porbandar) ઉતાર્યા છે. ઉપરાંત પાટીદાર વર્ચસ્વ ધરાવતા જિલ્લા જેવા કે, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભાજપ માટે પડકાર સાબિત થઈ શકે છે. કારણ કે, અહીં મતદાનના આંકડાઓમાં 7થી 8 ટકાનો તફાવત જોવા મળી રહ્યો છે.