રાજકોટરાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને (Gujarat Election 2022) ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તમામ રાજકીય પક્ષો પ્રચાર માટે ગામે ગામ ખૂંદી વળ્યા છે. તેવામાં ચૂંટણી (Gujarat Election 2022) પહેલા રાજકોટનું એક એવું ગામ જે ખૂબ જ ચર્ચામાં આવ્યું છે. કારણ કે, આ ગામમાં (Election Campaign ban in Raj Samadhiyala village) ચૂંટણી પ્રચાર માટે (Election Campaign in Gujarat) કોઈ પણ રાજકીય પક્ષોને મંજૂરી જ નથી, પરંતુ ગ્રામજનો મતદાન અવશ્ય કરે છે.
એવું ગામ જ્યાં નેતાઓ પ્રચાર માટે ફરકી પણ નથી શકતા, મતદાન ન કરનારને થાય છે 51 રૂપિયાનો દંડ - Raj Samadhiyala village Rajkot
રાજકોટમાં રાજ સમઢીયાળા ગામ (Election Campaign ban in Raj Samadhiyala village) એવું છે. જ્યાં એક પણ રાજકીય પક્ષ ચૂંટણી પ્રચાર માટે નથી આવી શકતો. ગ્રામજનોએ જ વર્ષ 1983થી આ કાયદો બનાવ્યો છે. ને આજ દિન સુધી એક પણ રાજકીય પક્ષ કે નેતા અહીં પ્રચાર (Election Campaign in Gujarat) માટે નથી આવ્યા. ત્યારે શા માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે જાણીએ.
ગ્રામજનો કરે છે મતદાન ચૂંટણી પહેલા કેટલાક વિસ્તારમાં લોકો રાજકીય પક્ષોથી નારાજ હોય તે સ્વાભાવિક છે, પરંતુ રાજકોટનું રાજ સમઢીયાળા એક એવું ગામ (Election Campaign ban in Raj Samadhiyala village) છે જ્યાં ચૂંટણી પ્રચાર (Election Campaign in Gujarat) માટે કોઈ પણ રાજકીય પક્ષોને મંજૂરી જ નથી. અહીં ગ્રામજનો પોતાનો કાયદો જાતે બનાવે છે. બીજી તરફ મતદાનના દિવસે ગ્રામજનો હોંશે હોંશે મતદાન કરવા તો જાય જ છે.
ગ્રામજનોએ બનાવ્યો નિયમ રાજકોટના રાજ સમઢીયાળા ગામમાં (Raj Samadhiyala village Rajkot ) કોઈ પણ રાજકીય પક્ષ પ્રચાર માટે આવી નથી શકતો. આ અંગે ગામના (Election Campaign ban in Raj Samadhiyala village) સરપંચે જણાવ્યું હતું કે, ગામમાં પ્રચારની મંજૂરી નથી, પરંતુ મતદાન ન કરનારને 51 રૂપિયાનો દંડ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, વર્ષ 1983થી ગામમાં રાજકીય પક્ષોના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ છે.