અમદાવાદશહેરની સૌથી હોટ બેઠક ઘાટલોડિયા પરથી ભાજપના ઉમેદવાર અને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો ભવ્ય વિજય થયો છે. તેમણે આ વખતે 1,91,360 મતની લીડથી વિજય મેળવ્યો છે. તેમને કુલ 212480 મત મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસનાં ઉમેદવાર અમીબેન યાજ્ઞિકને 21,120 અને આમ આદમી પાર્ટીના વિજય પટેલને 15,902 મત મળ્યા હતા. આ એ જ (Ghatlodia Assembly Seat) બેઠક છે, જેણે રાજ્યને 2-2 મુખ્યપ્રધાન આપ્યા છે. આ વખતે પણ ભાજપે આ બેઠક પરથી રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને ચૂંટણીના (Bhupendra Patel BJP Candidate for Ghatlodia) મેદાને ઉતાર્યા હતા.
બેઠકનું મહત્વઆ બેઠક (Ghatlodia Assembly Seat) ઘણા વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે. આ વિસ્તારમાં સૌથી વધારે પાટીદારોનું મતદારો છે. આ બેઠક પરથી ગુજરાતને 2 મુખ્યપ્રધાન મળ્યા છે. તેમ જ આ બેઠક દેશના ગૃહપ્રધાન અમિત શાહના મતક્ષેત્રની અંદર આવે છે. અહીં પ્રભાત ચોક, રન્ના પાર્ક, શાયોના સિટી, ચાણક્યપુરી જેવા ગામો આવેલા છે. વર્ષ 2014માં લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા તેમનું પદ આંંનંદીબેન પટેલને સોંપવામાં આવ્યું હતું. તેમણે પણ આ જ પરથી વિજય મેળવ્યો હતો. તો વર્ષ 2016માં પાટીદાર આંદોલનના કારણે તેમની ખુરશી છીનવાઈ ગઈ હતી. ઉપરાંત પાટીદાર આંદોલનનું મુખ્ય સેન્ટર પણ ઘાટલોડિયા જ રહ્યું હતું. તો તત્કાલીન મુખ્યપ્રધાન વિજય રૂપાણીના રાજીનામા બાદ મુખ્યપ્રધાનનું પદ ભૂપેન્દ્ર પટેલને (Bhupendra Patel BJP Candidate for Ghatlodia) આપવામાં આવ્યું હતું. તેઓ પણ ઘાટલોડિયા બેઠક પરથી જ ચૂંટાઈને આવ્યા હતા.
બેઠક પર કેટલું મતદાન થયુંઆ બેઠક (Ghatlodia Assembly Seat) પર આ વખતે 59.62 ટકા મતદાન થયું હતું. જ્યારે અહીં વર્ષ 2017માં 68.71 ટકા મતદાન થયું હતું. એટલે કે આ વખતે 9.09 ટકાનો ઘટાડો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં રોડ શૉ (PM Modi Road Show in Ahmedabad) કર્યો સભાઓ કરી તે દરમિયાન તેમણે રેકોર્ડબ્રેક મતદાનની અપીલ પણ કરી હતી. તેમ છતાં આ વખતે રાજ્યભરમાં મતદાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. એટલે તેમની અપીલની મતદારો પર કોઈ જ અસર ન થઈ તે સ્પષ્ટ દેખાઈ આવે છે.