અમદાવાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election 2022) એક એક બેઠક મહત્વની માનવામાં આવે છે. ત્યારે આજે વાત કરીશું અમદાવાદ ગ્રામ્યની ધંધુકા વિધાનસભા બેઠકની (Dhandhuka Assembly Constituency). આ બેઠક વર્ષ 1990થી ભાજપના નેજા હેઠળ હતી. જોકે, 2017માં અહીં પરિવર્તનના કારણે ભાજપના હાથમાંથી સત્તા જતી રહી હતી. તેમ છતાં ભાજપે આ વખતે આ બેઠક પરથી કાળુભાઈ ડાભીને રિપીટ કર્યા છે. તો કૉંગ્રેસે હરપાલસિંહ ચુડાસમા અને આપે ચંદુ બમરોલિયાને ટિકીટ આપી છે. એટલે અહીં બીગ ફાઈટ જામશે તે નક્કી છે.
ભાજપનો ગઢ ગણાતો હતો ધંધુકા વિધાનસભા બેઠક (Dhandhuka Assembly Constituency) વર્ષ 1990થી ભાજપનો ગઢ ગણવામાં આવતો હતો. તેમ છતાં વર્ષ 2017માં કૉંગ્રેસે આ ગઢ છીનવી લીધો હતો, પરંતુ આ વખતે પણ ભાજપ દ્વારા પોતાના ઉમેદવારને રિપીટ કરવામાં આવ્યા છે. એટલે કે જો આ બેઠક પર ભાજપના ઉમેદવાર જીતી જશે તો બાઝીગર ગણાશે. કારણ કે, બાઝીગર ફિલ્મમાં એક ડાયલોગ હતો કે, હાર કે જીતનેવાલે કો બાઝીગર કહેતે હૈ. આ ડાયલોગ તેમના પર બરાબર ફિટ થશે.
તો કૉંગ્રેસે પોતાના જીતેલા ઉમેદવારને સાઈડલાઈન કરીને હરપાલસિંહ ચુડાસમાને ટિકીટ આપી છે. ત્યારે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election 2022) આમ આદમી પાર્ટી પણ મેદાને આવી છે. તેને લઈને ત્રિપાંખીયો જંગ જોવા મળી આવશે.
ધંધુકા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવારઆ બેઠક પર ભાજપે વર્ષ 2017ના ઉમેદવાર કાળુભાઈ ડાભીને ટિકિટ કરવામાં (Ahmedabad Rural Kalubhai Dabhi BJP Candidate) આવ્યા છે. એ હાલ માત્ર પાર્ટીના કાર્યકર્તા સાથેસાથે વ્યવસાય વાત કરવામાં આવે તો, પોતાની હોટલ, પેટ્રોલ પંપ અને ખેતી સાથે સંકળાયેલા છે.
કૉંગ્રેસના ઉમેદવારકૉંગ્રેસે આ વખતે વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપના ગઢમાં ગાબડું પાડનારા રાજેશ ગોહિલને સાઈડલાઈન કરીને હરપાલસિંહ ચુડાસમાને (Harpalsinh Chudasama Congress Candidate Dhandhuka) ટિકીટ આપી છે. યૂથ કૉંગ્રેસના પ્રમુખ પદ પરથી વિશ્વનાથસિંહ વાઘેલાએ રાજીનામું આપતા હરપાલસિંહને યૂથ કૉંગ્રેસના પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત હરપાલસિંહ ચુડાસમા રાજસ્થાન યુવક કૉંગ્રેસના પ્રભારી તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે.