ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Education Board Result: ગત વર્ષ કરતા 6.44 ટકા ઓછું પરિણામ, 37,876 વિધાર્થીઓ નાપાસ - std12 science result

ધો.12 સાયન્સનું પરિણામ ગત વર્ષ કરતાં આ વર્ષે 6.44 ટકા ઘટ્યું છે. પરિણામ ઘટવા પાછળનું કારણ ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં ટોટલ 1,10,042 વિદ્યાર્થીમાંથી બેમાંથી એક વિષયમાં 73,174 વિદ્યાર્થી નાપાસ થયા છે.

gujarat-education-board-declared-final-result-of-standard-12-science
gujarat-education-board-declared-final-result-of-standard-12-science

By

Published : May 2, 2023, 4:45 PM IST

રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોરે પરિણામ જાહેર કર્યું

ગાંધીનગર: માર્ચ 2023 માં રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું આયોજન થયું હતું જેમાં કુલ 140 કેન્દ્ર ઉપર 1,10,000 થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આજે સવારે 9:00 કલાકે રાજ્યના કેબિનેટ શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોર અને રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન પણ પ્રફુલ પાનસેરીયાએ સવારે 9:00 કલાકે વિજ્ઞાન પ્રવાહનું અને ગુજકેટનું પરિણામ જાહેર કર્યું હતું. જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું કુલ 65.58 ટકા પરિણામ આવ્યું છે જે ગત વર્ષ કરતા 6.44 ટકા પરિણામ ઓછું આવ્યું છે.

ગત વર્ષ કરતા પરિણામ ઘટ્યું:સૌથી વધુ પરિણામ સાથે હળવદ કેન્દ્ર પ્રથમ નંબરે છે. હળવદ કેન્દ્રનું 90.41 ટકા પરિણામ આવ્યું છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો મોરબી 83.22 ટકા જયારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ 29.44 ટકા પરિણામ આવ્યું છે. 27 શાળાઓ એવી છે જેને 100 ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે. 10 ટકા કે તેથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 76 છે.

પરિણામની એક ઝલક:

  1. વિદ્યાર્થીઓને સંખ્યા - 1,10,042
  2. પાસ વિદ્યાર્થીઓ - 72,166
  3. વિદ્યાર્થીઓનું પરિણામ - 66.32 ટકા
  4. વિદ્યાર્થીનીઓનું પરિણામ - 64.66 ટકા
  5. A1 ગ્રેડ સાથે કુલ 61 વિદ્યાર્થીઓ પાસ
  6. અંગ્રેજી માધ્યમના ઉમેદવારોની પરિણામ 67.18 ટકા
  7. ગુજરાતી માધ્યમના ઉમેદવારોનું પરિણામ 65.32 ટકા
  8. A ગ્રુપનું પરિણામ 72.27 ટકા
  9. B ગ્રુપનું પરિણામ 61.71 ટકા
  10. AB ગ્રુપનું પરિણામ 58.62 ટકા
  11. દિવ્યાંગ ઉમેદવારો 179 માંથી 112 ઉમેદવારો પાસ

35 જેટલા ગેરેરિતીના કેસ ઝડપાયા:આ વર્ષે 12 સાયન્સની પરીક્ષા આપનારાએ ગ્રુપના કુલ 44,852 વિદ્યાર્થીઓ સામે બી ગ્રુપના 81,884 વિદ્યાર્થી છે, એટલે કે એ ગ્રુપ કરતાં બી ગ્રુપના વિદ્યાર્થીઓ 45 ટકા વધારે છે. માર્ચ 2023 માં યોજાયેલી પરીક્ષામાં કુલ 35 જેટલા ગેરેરિતીના કેસ ઝડપાયા હતા. ચાલુ વર્ષના એ, બી અને એબી ગ્રુપના કુલ મળીને 11,0382 વિદ્યાર્થી છે.

જિલ્લા પ્રમાણે પરિણામ:

  1. અમદાવાદ સીટી - 65.62
  2. અમદાવાદ ગ્રામ્ય - 69.92
  3. અમરેલી - 67.91
  4. કચ્છ - 70.88
  5. ખેડા - 53.69
  6. જામનગર - 77.57
  7. જૂનાગઢ - 70.84
  8. ડાંગ - 58.54
  9. પંચમહાલ - 44.91
  10. બનાસકાંઠા - 72.42
  11. ભરૂચ - 59.34
  12. ભાવનગર - 82.51
  13. મહેસાણા - 67.66
  14. રાજકોટ - 82.49
  15. બરોડા - 65.54
  16. વલસાડ - 46.92
  17. સાબરકાંઠા - 52.64
  18. સુરત - 71.15
  19. સુરેન્દ્રનગર - 79.21
  20. સેન્ટ્રલ વિસ્તાર 01 - 54.30
  21. આણંદ - 60.21
  22. પાટણ - 66.54
  23. નવસારી - 64.61
  24. દાહોદ - 29.44
  25. પોરબંદર - 62.09
  26. નર્મદા - 36.99
  27. ગાંધીનગર - 63.60
  28. તાપી - 43.22
  29. અરવલ્લી - 56.81
  30. બોટાદ - 74.49
  31. છોટા ઉદેપુર - 36.17
  32. દ્વારકા - 71.05
  33. ગીર સોમનાથ - 66.35
  34. મહીસાગર - 45.39
  35. મોરબી - 83.22
  36. સેન્ટ્રલ વિસ્તાર 02 - 25.86

વિષય પ્રમાણે કેટલા વિધાર્થીઓ નાપાસ:વિષય પ્રમાણે નાપાસ વિધાર્થીઓની સંખ્યાની વાત કરીએ તો ગુજરાતીમાં 1 જ વિદ્યાર્થી નાપાસ થયો છે. સૌથી વધુ ભૌતિકશાસ્ત્રમાં 37,058 વિદ્યાર્થીઓ જયારે કેમેસ્ટ્રીમાં 36,116 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. ગણિત વિષયમાં પણ 8671 જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા.

આ પણ વાંચોHsc Exam Result 2023: વડોદરા જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 65.54 ટકા પરિણામ, ગત વર્ષ કરતા ઓછું પરિણામ

આ પણ વાંચોGujarat Education Board Result: રાજકોટના સવાણી કુંજને ગણિતમાં 100માંથી 100 માર્કસ મળ્યા

ABOUT THE AUTHOR

...view details