ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Drugs News: ગાંધીનું નશામુકત ગુજરાત હવે માદક દ્રવ્યોના સેવન, વેપાર અને હેરાફેરી માટે મુખ્ય મથક બનતું જાય છે - એસઓજી

મહાત્મા ગાંધીએ ગુજરાતને નશામુકત કરવા આખી જિંદગી મહેનત કરી હતી. અત્યારે પણ ગુજરાત નશામુકત રાજ્ય ગણાય છે. પણ હકીકત કંઈક જુદી છે. છેલ્લા બે વર્ષના આંકડા જોઈએ તો ગુજરાત ડ્રગ્સનું મેઈન હબ સ્ટેટ બની રહ્યું હોય તેવું જણાય છે. વાંચો સમગ્ર રીપોર્ટ...

નશો નાશનું મૂળ છે
નશો નાશનું મૂળ છે

By ETV Bharat Gujarati Team

Published : Aug 22, 2023, 10:32 PM IST

વર્ષ 2023માં કુલ 30 દરોડા પાડ્યા છે

અમદાવાદઃગુજરાત રાજ્ય ડ્રગ્સનું હબ બનતુ જાય છે. ખાસ કરીને દરિયાઈ માર્ગે ગુજરાતમાં ડ્રગ્સ ધુસાડવાના ષડયંત્રનો અનેક વાર પર્દાફાશ થયો છે. જોકે છતાં પણ ડ્રગ્સની હેરાફેરી સંપૂર્ણપણે અટકાવી શકાઈ નથી. પોલીસ અને અન્ય એજન્સીઓ ડ્રગ્સને ઝડપી લે છે પરંતુ મેઈન ડ્રગ માફિયા સુધી પહોંચી શકતી નથી. ગુજરાતમાં આવતા ડ્રગ્સમાં અનેક વાર પાકિસ્તાન કનેક્શન, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના નામ સામે આવે છે. આ રાજ્યોના મુખ્ય આરોપીઓ હમેશા પોલીસ પકડથી દૂર જ રહેતા હોવાનું જોવા મળ્યું છે.

નશાનો કારોબાર અબજો રૂપિયાનોઃ રાજયના નાણાં પ્રધાન કનુ દેસાઈએ ગુજરાત વિધાનસભા ગૃહમાં અગાઉ ગુજરાત સરકારનું રૂ. 3,01,022.61 (રૂ. 3 લાખ કરોડ) બજેટ રજૂ કર્યું હતું. જેમાં રાજ્યના 25 જિલ્લા, અદાણી પોર્ટ અને દરિયાઈ વિસ્તાર મળીને કુલ 4058.01 કરોડનું ડ્રગ્સ, દારૂ, ચરસ, હેરોઇન ઝડપ્યું હોવાની વિગતોની રજૂઆત કરવામાં આવી હતી.

અદાણી પોર્ટ પર અનેક દરોડાઃ અદાણી પોર્ટ પર 75 કિલો ડ્રગ્સ ઝડપાયું છે. છેલ્લા બે વર્ષમાં કચ્છ જિલ્લામાં આવેલ અદાણી પોર્ટ પરથી હેરોઇન ડ્રગ્સનો 75 કિલો જથ્થો સરકારી તંત્ર દ્વારા જપ્ત કરાયો છે. જેની કુલ કિંમત રૂ. 375,50,00,000 (રૂ. 375 કરોડ) થાય છે. જ્યારે 2 આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. 31 ડિસેમ્બર 2022 સુધીમાં રાજ્ય સરકારે દરિયાઈ સરહદેથી કુલ 184 કિલો ડ્રગ્સ જપ્ત કર્યુ જેની કુલ કિંમત રૂ. 924,97,00,000 (રૂ.940 કરોડ) જેટલી થાય છે. આ સમગ્ર ઘટનામાં 7 ભારતીય, 32 પાકિસ્તાની અને 1 અફઘાનિસ્તાનના આરોપીની ધરપકડ કરી હતી.

2,987 આરોપી પોલીસ પહોંચથી દૂરઃ છેલ્લા બે વર્ષમાં 25 જિલ્લાઓમાંથી કુલ રૂ 42,69,89,29,861(રૂ.426કરોડ)ની કિંમત વિદેશી દારૂ દેશી દારૂ અને અન્ય નશીલા પદાર્થ પકડવામાં આવ્યા છે. જ્યારે આ ગુનાઓમાં 2,987 આરોપીઓની ધરપકડ પણ કરાઈ નથી. સૌથી વધુ સુરતમાં આરોપી પોલીસ પકડથી બહાર છે. ગુજરાત વિધાનસભામાં બહાર આવેલી માહિતી અનુસાર ગુજરાતના 25 જિલ્લાઓમાં સૌથી વધુ સુરત જિલ્લામાં 671 આરોપીઓ હજુ પણ પોલીસ પકડની બહાર છે અને ત્યારબાદ અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ 376 જેટલા આરોપીઓ કે જે ડ્રગ્સ, દેશી, વિદેશી દારૂ અને માદક પદાર્થોનો ધંધો કરે છે. જેમને પણ પોલીસે હજુ સુધી ધરપકડ કરી નથી. આમ ગુજરાતમાં 25 જિલ્લામાં કુલ 2,987 આરોપીઓ ધરપકડ બાકી હોવાનો આંકડો ગૃહમાં સામે આવ્યુ હતું.

ક્યાં જિલ્લામાં સૌથી વધુ નશાનો વેપારઃ ગુજરાત વિધાનસભામાં 25 જેટલા જિલ્લાઓમાં નશા વ્યાપાર વ્યાપક થઈ રહ્યો છે. સૌથી વધુ નશાના વેપારી જિલ્લાની વાત કરવામાં આવે તો બરોડા જિલ્લામાં અફીણ, ચરસ, ગાંજો, હેરોઇન જેવા ડ્રગ્સનો બેફામ વેપાર થઈ રહ્યો છે. ફક્ત બરોડામાં રૂ. 1620,68,58,391 (રૂ.1620 કરોડ)ની કિંમતના માદક દ્રવ્યો જપ્ત કરાયા છે. ત્યારબાદ ભરૂચ જિલ્લામાં રૂ. 1389,91,89,313 (રૂ. 1400 કરોડ)ના દારૂ, ડ્રગ્સ, અફીણ જેવા માદક દ્રવ્યો ગુજરાત પોલીસે ઝડપ્યા છે.

એસઓજી દ્વારા સમયાંતરે ડ્રગ્સ સામે કાર્યવાહી કરવામા આવે છે. અમદાવાદમાં આવતા ડ્રગ્સમાં 60 ટકા કેસ રાજસ્થાનના પ્રતાપગઢમાંથી, 30 ટકા કેસમાં મુંબઈ અને અન્ય કેસમાં મધ્યપ્રદેશ કનેક્શન સામે આવતા હોય છે. મુખ્ય આરોપીઓને પકડવા માટે પણ ખાસ ટીમો મોકલાતી હોય છે. એસઓજી દ્વારા ડ્રગ્સ વિરૂદ્ધ સતત કામગીરી કરવામાં આવી રહી છે...જયરાજસિંહ વાળા(DCP,એસઓજી ક્રાઈમ,અમદાવાદ)

અમદાવાદમાં કેટલો વેપારઃ શહેર એસઓજીએ વર્ષ 2017 થી 2021 સુધીમાં ડ્રગ્સના કુલ 37 કેસ કર્યા છે. જેમાં 84 આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે 38 આરોપીઓ વોન્ટેડ છે. વર્ષ 2022માં રૂ. 1 કરોડ 59 લાખ 63 હજારથી વધુની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. વર્ષ 2023માં અત્યાર સુધીમાં કુલ 30 કેસ કરીને 56 આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે 29 આરોપીઓ વોન્ટેડ છે. આ વર્ષે એસઓજીએ કુલ રૂ. 3 કરોડ 3 લાખ 49 હજારની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

  1. ઔદ્યોગિક નગરીમાં નશાનો કાળો વેપાર, 10 લાખનુું મેફેડ્રોન ઝડપાયું
  2. Gujarat Drugs Smuggling Racket: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાંથી ઓપરેટ થતી હતી ડ્રગની હેરાફેરી કરતી ગેંગ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details