અમદાવાદ : રાજ્ય પોલીસવડા દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે, જેમાં તેમણે ગુજરાતના તમામ જિલ્લાના પોલીસ વડાને દર મહિને એક પોલીસ મથકમાં ચાર દિવસનું રોકાણ કરી નગરચર્યા કરવા માટે સૂચના આપી છે. જિલ્લા એસપી સમગ્ર વિસ્તારની પરિસ્થિતિ કાયદો અને વ્યવસ્થા અને પોલીસીંગની વિગતો એકત્રિત કરી રિપોર્ટ કરશે અને માત્ર લોકોની સમસ્યા નહીં, પરંતુ પોલીસને પણ કોઈ મુશ્કેલી હોય તો તેના નિરાકરણ માટે પણ પ્રયાસ કરશે.
વાર્ષિક તપાસણી વખતે રોકાણ : ડીજીપી વિકાસ સહાયની સૂચના મુજબ જિલ્લા પોલીસ વડાએ પોલીસ મથકની વાર્ષિક તપાસણી વખતે ત્યાં રોકાણ કરવાનું રહેશે. માત્ર પોલીસ મથક નહીં પરંતુ તેની તમામ આઉટ પોસ્ટ અને પોલીસ ચોકીની પણ આ સમય દરમિયાન વિઝિટ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે શહેરમાં પોલીસ કમિશનર વર્ષે એક વખત તેમના કાર્ય ક્ષેત્રના પોલીસ મથકોમાં નોટ રીડિંગ માટે જતા હોય છે.
રોકાણ કરવાનો હેતુ : આ સમયે પોલીસ સ્ટેશનની કામગીરી, સ્થાનિક લોકોની અને પોલીસની ફરિયાદો- રજૂઆતો સાંભળવામાં આવે છે.. તેવી જ રીતે જિલ્લામાં પણ જિલ્લા પોલીસવડા તેઓના તાબાના પોલીસ મથકોની કામગીરીની એક વખત વાર્ષિક તપાસણી કરતા હોય છે, જોકે જિલ્લા પોલીસવડા સ્ટેશન ડાયરી અને જરૂરી ડોક્યુમેન્ટ ચેક કરીને જતા રહેતા હોય છે, પરંતુ આ પ્રથામાં ફેરફાર કરવા માટે ડીજીપી વિકાસ સહાય એ આદેશ કર્યો છે.
જિલ્લા એસપીએ અહેવાલ રજૂ કરવો પડશે : હવેથી વાર્ષિક તપાસ માટે જે પોલીસ મથકમાં જિલ્લા એસપી જવાના હોય ત્યાં તેમણે ચાર દિવસનું રોકાણ કરવાનું, તેમજ પોલીસ મથકની અને સ્ટાફની કામગીરી સહિતની બાબતોનું અવલોકન કરવાનું અને જરૂર પડે સૂચન કરવાના રહેશે. આ ઉપરાંત પોલીસ મથકની હદમાં આવતા શૈક્ષણિક - ઔદ્યોગિક વિસ્તાર તેમજ બજારની મુલાકાત તેમજ સામાજિક અને સ્થાનિક અગ્રણીઓ સાથે બેઠક કરી તેમની રજૂઆતો સૂચનો અને સમસ્યાઓ સાંભળી સ્થાનિક લોકો પોલીસ અંગે શું વિચારે છે અને તેઓની શું અપેક્ષા છે તેમાં પોલીસ કેટલા અંશે સફળ છે તે અંગેનો અહેવાલ રજૂ કરવાનો રહેશે.
વેપારીઓનું ફીડબેક લેવાશે : હવેથી જિલ્લા પોલીસવડા જે પોલીસ મથકમાં ચાર દિવસ રોકાણ કરશે, તે સમયે તેઓ પોલીસ મથકની હદમાં આવેલા બજારના વેપારીઓ સાથે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ઉદ્યોગપતિઓ અને સામાજિક અગ્રણીઓ સાથે બેઠક કરીને તેમની સમસ્યા અને તેઓનું ફીડબેક લેશે.
- Gujarat Marine Area : પ્રથમ વાર દરિયાઈ સુરક્ષા અંગે આ રીતે યોજાઈ મિટિંગ, શિપમાં 14થી 15 કલાક સુધી મેળવ્યો ત
- DGP Vikas Sahay Profile : ગુજરાતને મળ્યાં આંતરરાષ્ટ્રીય સ્તરની સુરક્ષા સંભાળનાર અધિકારી ડીજીપી વિકાસ સહાય