ગુજરાત

gujarat

ETV Bharat / state

Cyclone Biparjoy : ગુજરાતમાં વાવાઝોડાને લઈને 80થી વધુ ટ્રેનો રદ, માત્ર અમુક ટ્રેનો જ દોડશે ધીમી ગતિએ - Gujarat Cyclone Biparjoy

બિપરજોય વાવાઝોડાને કારણે પશ્ચિમ રેલવે દ્વારા 80થી વધુ ટ્રેન આગામી 17 જૂન સુધી રદ કરવામાં આવી છે. જ્યારે અમુક ટ્રેનોને રાજકોટ, અમદાવાદ અને સુરેન્દ્રનગર સુધી ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત યાત્રિકોને સુવિધા માટે ગાંધીધામ અને ભુજ સ્ટેશન પર હેલ્પ ડેક્ષ નંબર જાહેર કરવામાં આવ્યો છે.

Cyclone Biparjoy : ગુજરાતમાં વાવાઝોડાને લઈને 80થી વધુ ટ્રેનો રદ, માત્ર અમુક ટ્રેનો જ દોડશે ધીમી ગતિએ
Cyclone Biparjoy : ગુજરાતમાં વાવાઝોડાને લઈને 80થી વધુ ટ્રેનો રદ, માત્ર અમુક ટ્રેનો જ દોડશે ધીમી ગતિએ

By

Published : Jun 12, 2023, 8:12 PM IST

ગુજરાતમાં વાવાઝોડા લઈને 80થી વધુ ટ્રેનો રદ

અમદાવાદ :આગામી પાંચ દિવસ ગુજરાત માટે અતિભારે માનવામાં આવી રહ્યા છે. આ વર્ષ સૌથી ભયાનક ગણાતું બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાવાની સંભાવના જોવા મળી રહી છે. જેના લઈને રાજ્ય સરકાર દ્વારા તમામ અધિકારી તેમજ પ્રધાનોને અસરગ્રસ્ત વિસ્તારોમાં મદદ રહેવાની સૂચના આપવામાં આવી છે, ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા પણ અંદાજે આશરે 80 જેટલી ટ્રેન રદ કરવાની ફરજ પડી છે. જ્યારે અમુક ટ્રેન રાજકોટ અને અમદાવાદ સુધી દોડાવવામાં આવશે.

આગામી 5 દિવસ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં બિપરજોય વાવાઝોડું ટકરાવાની સંભાવના હોવાના કારણે કેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે લાંબા રૂટની ટ્રેન અમદાવાદ, સુરેન્દ્રનગર અને રાજકોટ સુધી ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અમદવાદ મંડળ દ્વારા વાવાઝોડા ધ્યાનમાં રાખીને ગાંધીધામ અને ભુજ રેલવે સ્ટેશન પર હેલ્પ ડેસ્ક નંબર જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વાવાઝોડાને કારણે અમદાવાદ, ભાવનગર, રાજકોટ જેવા સ્ટેશનના હેડક્વાર્ટર પણ એક્ટિવેટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ટ્રેનની સ્પીડ પણ કંટ્રોલમાં રાખવામાં આવશે. - સુમિત ઠાકુર (PRO, પશ્ચિમ રેલવે મુખ્ય)

કઈ કઈ ટ્રેન રદ :અમદાવાદ પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટથી ઓખા, વેરાવળથી ઓખા, ઓખાથી દિલ્હી સરાયા, ભાવનગરથી ઓખા, અમદાવાદથી વેરાવળ, પોરબંદરથી વેરાવળ, વેરાવળથી ઇન્દોર, પોરબંદરથી દાદર, ભાણવડથી પોરબંદર, પોરબંદરથી શાલીમાર સહિતની 80થી વધુ ટ્રેનોને રદ કરવામાં આવી છે. જ્યારે અમુક રૂટની ટ્રેનોને અમદાવાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર સુધી ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અન્ય ટ્રેન બંધ કરવામાં આવી :આ ઉપરાંત તિરુનેલવેલીથી ઓખા, જગન્નાથપુરીથી ઓખા, ગુહાવટીથી ઓખા, તિરુવંતપુરમથી વેરાવળ, અમદાવાદ સુઘી ચલાવવામાં આવશે. જ્યારે ઓખાથી નાહરલગૂન, બાંદ્રાથી વેરાવળ, વેરાવળથી જબલપુર, પોરબંદરથી સિકંદરાબાદ, પોરબંદરથી કોચવેલી સહિતની ટ્રેનને રાજકોટ સુધી દોડાવવામાં આવશે. રાજકોટ સુધી, જયપુરથી ઓખા, ઓખા બનારસ, મુંબઈ સેન્ટ્રલથી ઓખા, ઓખાથી રામેશ્વર ટ્રેનને રાજકોટ સુધી ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે શાલીમારથી ઓખા ટ્રેનને સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે.

  1. Cyclone Biparjoy Update: જામનગર જિલ્લામાં બિપરજોયની અસર જોવા મળી, વાતાવરણમાં આવ્યો પલટો
  2. Cyclone Biparjoy : વાવાઝોડાને લઈને કચ્છની માનવ સંસ્થાઓ આવી આગળ, લોકો માટે નાસ્તાના પેકેટો કરાયા તૈયાર
  3. Gujarat Cyclone Biporjoy: ભારતીય હવામાન વિભાગે શેર કરેલા ફોટોમાં જૂઓ ચક્રવાતનો મિજાજ

ABOUT THE AUTHOR

...view details