ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Crime News : પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ સહિત 4 સામે આબુરોડમાં પોક્સો હેઠળ ગુનો નોંધાયો - MLA Gajendrasinh Parmar Prantij

સાબરકાંઠાના પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે છેડતીનો ગુનો નોંધાયો છે. અમદાવાદની એક યુવતી તેની સગીર પુત્રી સાથે જેસલમેર ફરવા ગઈ હતી. તે દરમિયાન આ ધારાસભ્યએ પુત્રી સાથે અડપલાં કર્યા હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો હતો. આ મામલે આબુરોડ પોલીસે ગુનો નોંધ્યો હતો.

Gujarat Crime પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ સહિત 4 સામે આબુરોડમાં પોક્સો હેઠળ ગુનો નોંધાયો
Gujarat Crime પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ સહિત 4 સામે આબુરોડમાં પોક્સો હેઠળ ગુનો નોંધાયો

By

Published : Jan 21, 2023, 10:41 PM IST

કોર્ટના આદેશ બાદ ગુનો નોંધવામાં આવ્યો

અમદાવાદ:ગુજરાતના ભાજપના પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે સિરોહી કોર્ટના આદેશ બાદ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આબુ રોડ પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સહિત 4 જણા સામે ગુનો નોંધાતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સાબરકાંઠા બેન્કના ચેરમેન મહેશ પટેલ સામે પણ ગુનો નોંધાયો છે. આરોપ લગાવાયો છે કે, કારમાં બેઠેલી સગીરા સાથે અડપલાં કરાયા હતા. આ મામલે ફરિયાદ કરવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતા પીડિતાએ કોર્ટમાં દાદ માગી હતી, જે આબુ રોડ સદર પોલીસ સ્ટેશનમાં પીડિતાએ જણાવ્યું હતું કે, હું દલિત છું એટલે આબુરોડ પોલીસે ગજેન્દ્રસિંહ સામે વધુ કલમ મેળવી હતી.

આ પણ વાંચોSurat Crime : ત્રણ વર્ષની બાળકીની છેડતી કરનાર નરાધમને પાડોશી કર્યો પોલીસ હવાલે

ગજેન્દ્રસિંહ પરમાર પૂર્વ પ્રધાન છેઃભુપેન્દ્ર પટેલ પ્રથમ વખત મુખ્યપ્રધાન બન્યા ત્યારે ગુજરાત સરકારમાં પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર પ્રધાન બન્યા હતા. વર્ષ 2017માં પ્રથમ વખત ધારાસભ્ય બનેલા ગજેન્દ્રસિંહ પરમાર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સરકારમાં અન્ન નાગરિક પુરવઠા પ્રધાન હતા. ત્યારબાદ તેમની સામે યુવતીની ફરિયાદ નોંધી શકાઈ નહતી. મહિલાએ પોતાની સગીર પૂત્રી સાથે થયેલી છેડતી મામલે ઘણા સમયથી લડત આરંભી હતી અને આખરે સિરોહી કોર્ટના આદેશ બાદ ફરિયાદ નોંધાઈ હતી.

કોર્ટના આદેશ બાદ ગુનો નોંધવામાં આવ્યોઃઆબુરોડ ખાતે આવેલા સદર પોલીસ સ્ટેશનમાં ગુજરાત ભાજપના સાબરકાંઠાના કદાવર નેતા ગજેન્દ્રસિંહ પરમાર સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગજેન્દ્રસિંહ પરમારની સાથે અન્ય ત્રણ લોકોની સામે પણ કોર્ટના આદેશ બાદ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચોmolestation case in Ahmedabad : વિદ્યાર્થીનીને એકલામાં બોલાવી નરાધમ ટ્યુશન માસ્તરે શિક્ષણ લજવ્યું

શું હતું ઘટનાઃવર્ષ 2020માં અમદાવાદની મહિલાની પ્રાંતિજના ધારાસભ્ય સાથે ઓળખાણ થઈ હતી. ધારાસભ્ય સાથે અમદાવાદની મહિલા અને તેની પુત્રી અને અન્ય વ્યક્તિ જેસલમેર ફરવા નીકળ્યા હતા. ત્યારે આબુરોડ ખાતે બ્રહ્માકુમારીની સામે ગાડી પહોંચતા અમદાવાદની મહિલાએ ફરિયાદ કરી હતી કે, મને ઉલટી થાય છે. ત્યારે તે મહિલા ગાડીમાંથી નીચે ઉતરીને થોડા આગળ જઈને ઉલટી કરવા પ્રયત્ન કર્યો હતો અને તેને ઉલટી થઈ શકી નહતી ત્યારે ગાડીમાં બેસેલી તેમની દિકરી રડતી રડતી દોડીને બહાર આવી ગઈ હતી અને જણાવ્યું હતું કે, મારે જેસલમેર જવું નથી જે બાદ બધા અમદાવાદ પરત આવી ગયા હતા.

પોલીસ ફરિયાદ કરી પણ કાર્યવાહી ન થઈઃભારે પરેશાનીના કારણે 5 માર્ચ 2022ના દિવસે મહિલા દ્વારા આત્મહત્યાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરિયાદી મહિલાએ તેની પૂત્રી સાથે થયેલી છેડછાડને લઈને ગજેન્દ્રસિંહ અને તેમની સાથેના 2 લોકો સામે સદર આબુરોડ પોલીસ સ્ટેશનમાં 26 મે 2022એ રોજ રિપોર્ટ કરી હતી પણ તેમની સામે કોઈ જ કાર્યવાહી થઈ નથી.

સિરોહી કોર્ટમાં ફરિયાદ કરીઃઆ મહિલાએ 12 ઓક્ટોબર 2022એ રજિસ્ટર ડાક પોલીસ સ્ટેશન સદર આબુરોડ પોલીસ સ્ટેશન ખાતે રિપોર્ટ કર્યો હતો. ત્યારબાદ ડીએસપી સિરોહીને પણ રજિસ્ટ્રી ડાક રિપોર્ટ મોકલ્યો હતો. ત્યારબાદ સિરોહી કોર્ટના આદેશ બાદ ભારતીય દંડ સંહિતાની ધારા 354, 354 એ, 365, 506, 384/347/8 પોક્સો કલમ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી.

શું કહ્યું પોલીસેઃઆબુરોડ પોલીસ સ્ટેશનના PI પ્રવીણ આચાર્યએ જણાવ્યું હતું કે, આ મામલામાં અમે તટસ્થ તપાસ કરીશું અને જે પીડિત યુવતીનાં માતા છે. તેમનો પણ જવાબ લીધો હતો. આ સમગ્ર મામલાની તપાસ DySP ચલાવી રહ્યા છે. આ ઘટના આબુરોડમાં દાખલ થઈ છે. રાજસ્થાનમાં પોલીસ ફરિયાદ દાખલ થઈ છે, પરંતુ ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. કારણ કે, ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા સામે છેડતીનો ગુનો પોક્સો કલમથી નોંધાયો છે.

આ શખ્સો સામે ફરિયાદઃગજેન્દ્રસિંહ ઉદયસિંહ પરમાર (રહે. વક્તાપુર, બાલોદ) તથા મહેશ અમીચંદભાઈ પટેલ (રહે, મહાવીર નગર, હિંમતનગર) તથા કલ્પેશ પટેલ અને ગજેન્દ્રસિંહનો ડ્રાઈવર આ તમામ લોકો સફેદ ઈનોવામા જેસલમેર જવા નીકળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details