ગાંધીનગરઃગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. મિશ્ર વાતાવરણની અસર થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. સૌથી વધારે કોરોના વાયરસના કેસ અમદાવાદમાંથી નોંધાયા છે. જેનો આંકડો 200ને પાર થઈ ગયો છે. અમદાવાદમાં કોરોના વાયરસના કુલ 220 કેસ સામે આવ્યા છે. આવી સ્થિતિને ધ્યાને લઈને આરોગ્ય વિભાગે કોરોનાની પહેલી લહેરીની જેમ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાં આવતા દર્દીઓને પણ કોરોના વાયરસનો ટેસ્ટ કરાવી લેવા માટે તબીબો સલાહ આપી રહ્યા છે. અમદાવાદની તમામ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા કોરોનાને લઈને દિવસે દિવસે વધી રહી છે.
આ પણ વાંચોઃ Coronavirus Origins : કોરોના વાયરસની ઉત્પત્તિને 3 વર્ષ, હજુ પણ એક રહસ્ય
મહાનગરની સ્થિતિઃજે રીતે કોરોના વાયરસની પહેલી તથા બીજી લહેરમાં અમદાવાદ કોરોના વાયરસનું કેન્દ્રબિન્દુ રહ્યું હતું. એવી સ્થિતિ ધીમે ધીમે નિર્માણ પામી રહી છે. જ્યારે રાજકોટમાં 30, સુરતમાં 32, તેમજ મોરબીમાં 18 કેસ નોંધાયા છે. જ્યારે મહેસાણામાં 12,અમરેલીમાં 18 તેમજ વડોદરામાં 23 કેસ નોંધાયેલા છે. જ્યારે સાબરકાંઠામાં નવા 9 અને ગાંધીનગર 8 નવા કેસ સામે આવ્યા છે. વલસાડમાં 5, ભરૂચમાં 3, જામનગરમાં 3, કચ્છમાં 1, નવસારી 3, આણંદમાં 2 કેસ નોંધાયા છે.