અમદાવાદ : ગુજરાતમાં હાલ ત્રણ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડક, બપોરે ગરમી અને કમોસમી વરસાદ છે. આમ ત્રણ ઋતુને કારણે વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. સાથે સાથે કોરોનાના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે.
એક દર્દી વેન્ટિલેટર પર છે :ગુજરાતમાં અત્યારે કુલ 151 કેસ એક્ટિવ છે, જેમાંથી એક કેસ વેન્ટિલેટર પર છે અને 150 કેસ સ્ટેબલ છે. આજે 10 માર્ચને શુક્રવારના રોજ કોરોનાના નવા 24 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 11 કેસ આવ્યા છે. મહેસાણામાં 3, રાજકોટમાં 3, સુરતમાં 4, અમરેલીમાં 1, સાબરકાંઠામાં 1, વડોદરામાં 1 કેસ નોંધાયા છે. આજે 8 દર્દી સાજા થયાના રિપોર્ટ મળી રહ્યા છે.
આજે 966 વ્યક્તિએ કોરાનાની વેક્સિન લીધી :ગુજરાતમાં કોરોનાની રસી લેનારાની સંખ્યા પર નજર કરીએ તો આજે 10 માર્ચે કુલ 966 લોકોએ કોરોનાની વેક્સિન લીધી હતી. જેમાં 18થી 59 વર્ષના 702 લોકોએ પ્રિકોશન ડોઝ લીધો હતો. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 12 કરોડ 80 લાખ 88 હજાર 102 લોકોએ વેક્સિન લીધી છે.
આ પણ વાંચો :Corona Death in Surat : સુરતમાં 2023માં કોરોનાના કારણે પ્રથમ મોત, કાપોદ્રાના વૃદ્ધાનું કોવિડ19 હોસ્પિટલમાં મોત
ત્રણ દિવસથી કોરોનાના કેસમાં વધારો :આ અગાઉના દિવસોમાં બુધવારે કોરોનાના નવા 23 કેસ આવ્યા હતા અને ગુરુવારે 30 કેસ નોંધાયા હતા. ગઈકાલે એટલે કે શુક્રવારે 24 કેસ નોંધાયા છે. આમ કુલ ત્રણ દિવસમાં કુલ નવા 77 કેસ પોઝિટિવ આવ્યા છે.
આ પણ વાંચો :Coronavirus Origins : કોરોના વાયરસની ઉત્પત્તિને 3 વર્ષ, હજુ પણ એક રહસ્ય
વાયરલ ઈન્ફેક્શનના ઢગલાબંધ કેસ :ગઈકાલે સુરતમાં કોરોનાને કારણે એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યાના સમાચાર હતા. તેમજ કર્ણાટકના હાસનમાં 85 વર્ષના વ્યક્તિનું H3N2 વાયરસના ચેપથી અવસાન થયું હોવાના અહેવાલો છે અને આ કર્ણાટકનો સૌપ્રથમ કેસ છે. જો કે નિષ્ણાતોનું માનવું છે કે H3N2 વાયરસ ખતરનાક નથી, પણ કેટલાક સાવચેતીના પગલા લેવા જોઈએ. ગુજરાતમાં હાલ વાયરલ ઈન્ફેક્શનના ઢગલાબંધ કેસ જોવા મળી રહ્યા છે, તેમાં શરદી ઉઘરસની કોમન ફરિયાદ થઈ રહી છે. ફેમીલી ડૉક્ટરના દવાખાના ઉભરાઈ રહ્યા છે. પણ પ્રજાજનોએ માસ્ક પહેરવું જોઈએ અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ. તેમજ ખૂબ ભીડ ત્યાં જવાનું ટાળવું જોઈએ.