ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 620 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 20 દર્દીનાં મોત થયા છે.
ગુજરાતમાં આજે કોરોનાનાં 620 નવા કેસ, 422 ડિસ્ચાર્જ, 20 મોત રાજ્યમાં કોરના વાઇરસના કુલ 32643 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે 422 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે. ગુજરાત કોરોના વાયરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 182, સુરત મહાપાલિકા વિસ્તારમાં 183, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 50, વલસાડ 20, સુરત 16, જામનગર કોર્પોરેશન, અમદાવાદ 15-15, આણંદ 14, ગાંધીનગર 13, પાટણ 11, કચ્છ 9, ભરૂચ 8, મહેસાણા 7, મહેસાણા 7-7, જુનાગઢ કોર્પોરેશન, ખેડા 6-6, ભાવનગર કોર્પોરેશન, રાજકોટ, કોર્પોરેશન, અરવલ્લી, પંચમહાલ 5-5, સાબરકાંઠા, બોટાદ, સુરેન્દ્રનગર 4-4, ગાંધીનગર કોર્પોરેશન, ભાવનગર, જામનગર, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી 3-3, વડોદરા, મહીસાગર, જુનાગઢ, નવસારી, મોરબી 2-2, બનાસકાંઠા, રાજકોટ, નર્મદા, દેવભૂમિ દ્વારકામા 1-1 કેસ સામે આવ્યો છે અને અન્ય રાજ્યમાંથી 1 કેસ સામે આવ્યો છે.
હાલ રાજ્યમાં 71 દર્દીને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 1848 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 20913 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યાં છે. આજે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા 24 કલાકના આંકડામાં સુરત આજના દિવસમાં અમદાવાદથી આગળ નીકળી ગયું છે.