ગુજરાત

gujarat

ETV Bharat / state

LIVE GUJARAT CORONA: રાજ્યમાં 12,553 પોઝિટિવ કેસ નોંધાયા

By

Published : Apr 21, 2021, 6:17 AM IST

Updated : Apr 21, 2021, 7:54 PM IST

LIVE GUJARAT CORONA: રાજ્યમાં કોરોનાનો કહેર
LIVE GUJARAT CORONA: રાજ્યમાં કોરોનાનો કહેર

19:53 April 21

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12,553 પોઝિટિવ કેસ નોંધાયા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12,553  પોઝિટિવ કેસ નોંધાયા

4,802 દર્દીઓએ કોરોનાને માત આપી

છેલ્લા 24 કલાકમાં 125 દર્દીઓના મોત

સૌથી વધુ મોત સુરતમાં નોંધાયા - 25 દર્દીના મોત

કયા શહેરમાં કેટલા કેસ નોંધાય 

  • અમદાવાદ - 4,821 કેસ
  • સુરત - 1849 કેસ
  • રાજકોટ - 397 કેસ
  • વડોદરા - 475 કેસ

18:24 April 21

મહેસાણા જિલ્લામાં 460 કોરોના કેસ પોઝિટિવ

મહેસાણા જિલ્લામાં 460 કોરોના કેસ પોઝિટિવ

18:24 April 21

જામનગર જિલ્લામાં 509 પોઝિટિવ કેસ નોંધાયા

જામનગર જિલ્લામાં 509 પોઝિટિવ કેસ નોંધાયા

15:08 April 21

લીલાવતી અતિથિગૃહમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે

ગીર સોમનાથ - સોમનાથ ટ્રસ્ટનો મહત્ત્વનો નિર્ણય

લીલાવતી અતિથિગૃહમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે

હાલની કોરોના વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખી ટ્રસ્ટ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરી લીધો નિર્ણય

આરોગ્ય વિભાગની જરૂરિયાત મુજબ શ્રી લીલાવતી અતિથિ ભવનમાં કોવિડ કેર સેન્ટરની સુવિધા

લીલાવતી અતિથિભવનમાં એટેચ ટોઈલેટ બાથરૂમવાળા 73 રૂમ

સ્થાનિકો માટે પણ ક્વોરેન્ટાઈન થયેલા પરિવાર માટે ટિફિન સેવા પણ શરૂ કરવામાં આવી છે.

15:04 April 21

વ્રજધામ સંકુલ સાથે 75 બેડના કોવિડ કેર સેન્ટરને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ખુલ્લુ મૂક્યું

વડોદરા - વ્રજધામ સંકુલ સાથે 75 બેડના કોવિડ કેર સેન્ટરને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ખુલ્લુ મૂક્યું

100 બેડની વ્યવસ્થા કરવાનું આયોજન

રિકવરીનો રેટ ખૂબ સારો છે, જેથી ગુજરાતમાં લોકડાઉનની જરૂર નહીં પડે

રેમડેસેવીરનો સ્ટોક જલ્દી રિલીઝ થાય તો ઉપલબ્ધ થઈ જશે

ધર્મસ્થાનો દર્શન માટે નહીં સેવા માટે પણ હોય છે

ગુજરાત છોડી રહેલ પરપ્રાંતિયોને ગુજરાત ન છોડવા માટે સી. આર. પાટીલે કરી અપીલ

ગુજરાતમાં લોકડાઉનની કોઈ શકયતા નથી, ત્યારે કોઈ પણ જાતનો ભય રાખ્યા વગર જ્યાં છો ત્યાં જ રહો, ગુજરાત છોડીને ન જાઓ -પાટીલ

દરેક જગ્યા પર આઇસોલેશન સેન્ટર ઉભા કરવામાં આવી રહ્યા છે

ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે બંધ પડેલા ઓક્સિજન પ્લાન્ટ પુનઃ કાર્યરત કરવા વ્યવસ્થા ગોઠવાઈ રહી છે

15:02 April 21

રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 77 દર્દીના થયા મોત

રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 77 દર્દીના થયા મોત

મોત અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા કરવામાં આવશે

મંગળવારના રોજ 66 દર્દીના મોત થયા હતા, જે પૈકી 14 દર્દીના કોવિડથી મોત થયા

ડેથ ઓડિટ કમિટીનો રિપોર્ટ જાહેર

11:07 April 21

કોંગ્રેસના સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર થયા કોરોના સંક્રમિત

  • ગાંધીનગર: કોંગ્રેસના સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર થયા કોરોના ગ્રસ્ત
  • વિડીયો જાહેર કરી આપી જાણકારી
  • કોરોનાની મહામારીમાં પોતાના મત વિસ્તારના લોકોને ઘરમાં રહી કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા કરી અપીલ
  • સર્વ સમાજને તેમજ ખાસ મુસ્લિમ સમાજના લોકોને કરી અપીલ

10:53 April 21

નવસારીનો વાંસદા તાલુકો કોરોના સંક્રમણને રોકવા સજ્જ

  • આજથી 8 દિવસ માટે વાંસદા તાલુકાના 99 ગામો સજ્જડ બંધ
  • ઉનાઇ માતાજી મંદિર પણ કોરોના મહામારીને લઇ 30 એપ્રિલ સુધી બંધ કરાયું
  • મેડિકલ સુવિધાઓની અછત વચ્ચે આદિવાસી પંથક વાંસદામાં લોકોએ પાડ્યું સ્વૈચ્છિક બંધ
  • કોરોનાની સાંકળ તોડવા તાલુકામાં PHC, CHC અને કોટેજ હોસ્પિટલમાં ઓક્સિજન અને વેન્ટિલેટર સાથેની સુવિધા ઊભી થાય એવી આગેવાનોની માંગ

10:31 April 21

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લીધો વેક્સિનનો પ્રથમ ડોઝ

  • મુખ્યપ્રધાને મીડિયા સમક્ષ કહ્યું, 45 વર્ષથી ઉંમરના લોકો વેક્સિનના બન્ને ડોઝ લગાવે
  • મને પણ કોરોના થયો હતો, ટ્રીટમેન્ટ લઈ સ્વસ્થ થયો: મુખ્યપ્રધાન
  • મુખ્યપ્રધાને કહ્યું, કોરોના થયા બાદ પણ વેક્સિન જરૂરી છે
  • ડોકટરની સલાહ મુજબ કોરોના થયા બાદ પણ વેક્સિન લો
  • બીજી લહેરને જોતા વેક્સિન સલામત છે
  • ભારત સરકાર સંપૂર્ણ ગાઇડલાઇન બનાવી રહી છે
  • 1 મેથી ભારત સરકારે 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન લેવા માટે પરમિશન આપી
  • મંગળવારે 3 મહિનાને ધ્યાનમાં રાખી વધારા ઈન્સેન્ટિવની જાહેરાત કરી
  • સિવિલમાં 12 કલાકના વેઇટિંગ મામલે કહ્યું, આપણે બેડ વધારી રહ્યા છીએ
  • 15 માર્ચે 41 હજાર બેડ હતા પરંતુ, અત્યારે ૮૦ હજાર બેડ કરાયા
  • રાજ્યમાં અન્ય ૮ હજાર બેડ વધારવામાં આવશે
  • 22 તારીખથી GMDC ખાતે 900 બેડની હોસ્પિટલ શરૂ કરાશે
  • સિવિલમાં હાલ, 3 હજાર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે

10:29 April 21

ગાંધીનગરમાં કોલવડા કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ નખાશે

  • 3 દિવસમાં પ્લાન્ટ નખાશે, મશીનરી અમેરિકાથી મંગાવવામાં આવી
  • 300 લીટર પ્રતિ મિનિટનો ઑક્સિજન પ્લાન્ટ નખાશે
  • ત્યાં રહેલા સામાન્ય દર્દીઓને ઑક્સિજનની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે
  • રેડી મશીનરી હોવાથી ત3જા દિવસે જ પ્લાન્ટ નખાશે
  • ફંડીંગ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે

07:29 April 21

મોરબીમાં રેમડેસીવીર ઇન્જેક્શનને લઈને લોકોમાં રોષ

  • મોરબીમાં રેમડેસીવીર ઇન્જેક્શન ન મળતા દર્દીઓના સગાઓ રોષે ભરાયા
  • વીસી હાઇસ્કુલ ખાતે ઇન્જેક્શનનું વિતરણ નહીં થાય તેવી માહિતી મળતા લોકોમાં રોષ
  • વહેલી સવારથી ઇન્જેક્શન માટે લાઇન ઉભેલા લોકોને ઇન્જેક્શન નહીં મળે તેવું કહેતા રોષે ભરાયેલા લોકો કલેક્ટર બંગલાની બહાર એકઠા થયા
  • મોરબીની વી સી હાઈસ્કૂલ ખાતેથી રેમડેસીવીર ઇન્જેક્શનનું વિતરણ કરવામાં આવ્યું હતું

07:28 April 21

  • રાજ્યમાં મંગળવારે 67,315 નાગરિકોનું પ્રથમ ડોઝ અને 74,604 નાગરીકોને બીજો તબક્કાનુ રસીકરણ થયું

07:27 April 21

મંગળવારે રાજ્યમાં કોરોનાનો પ્રકોપ

  • રાજ્યમાં મંગળવારે કોરોનાના નવા 12,206 કેસ સામે આવ્યા
  • 4,339 દર્દીઓએ કોરોનાને માત આપી
  • કોરોનાથી 121 દર્દીઓએ દમ તોડ્યો
  • સુરતમાં સૌથી વધુ 24 દર્દીના મોત થયા

06:06 April 21

LIVE GUJARAT CORONA: 125 દર્દીઓના મોત

  • રાજ્ય સરકારની કોર કમિટીની બેઠકમાં લેવાયા કેટલાક મહત્વના નિર્ણયો
  • માનદ સેવા આપતા મેડીકલ, નર્સિંગ, ફાર્માસિસ્ટ, સહિતના સ્ટાફને પ્રોત્સાહક વેતન અપાશે
  • તજજ્ઞ ડૉક્ટર્સ માટે માસિક 2.50 લાખ, મેડિકલ ઓફિસર માટે 1.25 લાખ માનદ વેતન
  • ગુજરાતમાં આવેલી આર્મી હોસ્પિટલ કોરોનાના દર્દીઓ માટે ઉપલબ્ધ થાય તે માટેના પ્રયત્નો કરાશે
Last Updated : Apr 21, 2021, 7:54 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details