ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં કોરોનાને લઈને યોજાઇ મોકડ્રિલ - બૂસ્ટર ડોઝ

અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Asarwa Civil hospital) કોરોનાને લઈને એક મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું (Mock Drill was held regarding Corona) હતું. મોકડ્રિલમાં 108નાં માધ્યમથી બે ડમી કોરોના દર્દી લાવવામાં હતા અને દર્દી આવે એટલે તાત્કાલિક આપવામાં આવતી તમામ સારવાર કઈ રીતે તે રજૂ કરવામાં આવ્યું (Dummy corona patient treated in Mock Drill) હતું.

Mock Drill was held regarding Corona Ahmedabad Asarwa Civil hospital
Mock Drill was held regarding Corona Ahmedabad Asarwa Civil hospital

By

Published : Dec 27, 2022, 2:16 PM IST

અસારવા સિવિલ હોસ્પિટલમાં કોરોનાને લઈને યોજાઇ મોકડ્રિલ

અમદાવાદ:દેશમાં ફરી એકવાર કોરોનાએ દસ્તક દીધી (gujarat corona update) છે. ચીનમાં અને અન્ય દેશોમાં જે પ્રકારે ફરી એકવાર કોરોના માથું ઉચકતું હોય ત્યારે ગુજરાત સરકારે કોરોનાને પહોંચી વળવા માટે ખાસ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં આવેલી સરકારી સિવિલ હોસ્પિટલોમાં મોકડ્રિલ પણ યોજવામાં આવી રહી (corona Mock Drill in civil hospitals) છે. જેના ભાગરૂપે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના (Ahmedabad Asarwa Civil hospital) 1200 બેડ વિભાગમાં કોરોનાને લઈને એક મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું (Mock Drill was held regarding Corona) હતું.

આ પણ વાંચોરાજકોટ કલેક્ટરે સિવિલ હોસ્પિટલમાં કરી બેઠક, કોરોનાની સ્થિતિ અંગે કરી સમીક્ષા

મોકડ્રિલ:અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં યોજાયેલી મોકડ્રિલમાં અસારવા બેઠકના ધારાસભ્ય દર્શનાબહેન વાઘેલા, સિવિલના એડિશનલ સુપ્રિટેનડેન્ટ સહિતના સિનિયર તબીબોએ કોરોના વોર્ડની મુલાકાત લીધી હતી. મોકડ્રિલમાં 108નાં માધ્યમથી બે ડમી કોરોના દર્દી લાવવામાં હતા અને દર્દી આવે એટલે તાત્કાલિક આપવામાં આવતી તમામ સારવાર કઈ રીતે તે રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં દર્દીને એમ્બ્યુલન્સમાંથી સ્ટ્રેચર પર લઈ ટ્રાયેઝ એરિયામાં લાવી ICU સપોર્ટ આપવા સુધીની સમગ્ર પ્રક્રિયાને મોકડ્રિલ થકી બતાવવામાં આવી હતી.

આ પણ વાંચોકોરોનાની સંભવિત લહેરના પહોંચી વળવા કલેકટરની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક

સિવિલ તંત્ર સજ્જ:સિવિલ હોસ્પિટલમાં હાલ કોરોના વોર્ડમાં 80 બેડ અને દવા, વેન્ટિલેટર ઓક્સિજનની પૂરતી સુવિધા સાથે કોરોનાના કેસ આવે તો પહોંચી વળવા માટે સિવિલ તંત્ર સજ્જ હોવાનો ધારાસભ્યએ દાવો કર્યો હતો. તેમજ હાલ સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો એક પણ કેસ નહીં હોવાથી લોકોએ ડરવાની જરૂર નથી પરંતુ સચેત રહેવા ગાઈડલાઇન્સનું પાલન કરવા કરી અપીલ કરી હતી.

'વ્યવસ્થાના ભાગ રૂપે ઇમર્જન્સી 80 કોરોનાના બેડ તૈયાર કરવામાં આવ્યા છે. જો સ્થિતિ વધુ બગડે તો 5માં માળે 300 બેડ તૈયાર કરાયા છે. ઓક્સિજન લઈને પહેલા પણ કોઈ સમસ્યા થઇ મ હતી તેવી જ રીતે આ વખતે પણ ઓક્સિજનથી લઈને દવાઓ પૂરતા પ્રમાણમાં ઉપલ્ભધ છે. મોક ડ્રિલથી અમે ખાતરી પણ કરી લીધી છે કે કેવી રીતે સારવાર થશે' દર્શનાબેન વાઘેલા, ધારાસભ્ય, અસારવા

તમામ હોસ્પિટલોમાં કોરોના મોકડ્રીલ:ચીન સહિત અન્ય દેશોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. જેની સામે સરકાર સતર્કતા દાખવવાની વાત કરે છે અને મંગળવારે રાજ્યની તમામ હોસ્પિટલોમાં કોરોના મોકડ્રીલનું આયોજન કરાયું (corona Mock Drill in civil hospitals) છે. અમદાવાદમાં 46 લાખ જેટલા લોકોએ વેક્સિનનો બૂસ્ટર ડોઝ (Booster dose of vaccine) લેવાનો છે, પરંતુ તેમાંથી માત્ર 10 લાખ લોકોએ જ ડોઝ લીધો છે. શહેરમાં 25 ટકા લોકોએ વેક્સિનનો પ્રિકોશન ડોઝ (Precautionary dose of corona) લીધો છે અને હજી 75 ટકા લોકોને લેવાનો બાકી છે.

ABOUT THE AUTHOR

...view details