કોંગ્રેસ દ્વારા તમતમતી પ્રતિક્રિયા અમદાવાદ : ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓને હવે સ્કૂલોમાં ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ તૈયાર કરી ભગવદ્ ગીતાના પાઠ ભણાવવા અંગે શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ કરેલી જાહેરાત જાહેરાત બાદ ગીતા જયંતિ નિમિત્તે શિક્ષણ વિભાગે પુસ્તકનું વિમોચન કર્યુ છે. પુસ્તકના વિમોચન બાદ ગીતાના સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર, સચિત્ર પુસ્તક તૈયાર કરાયું છે.
6થી 12ના વિદ્યાર્થીઓને ભણાવાશે ગીતા : મહત્વનું છે કે, 2024ના નવા શૈક્ષણિક સત્રથી અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના પાઠનો સમાવેશ કરવામાં આવશે. જેમાં ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના પાઠ ભણાવવામાં આવશે. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ અંગે જાહેરાત પણ કરી દીધી છે. જેના માટે હાલ વિદ્યાર્થીઓ માટે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ પણ તૈયાર કરવામાં આવ્યો છે.
શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ : જોકે હવે ગીતા જયંતિના નિમિત્તે શિક્ષણ વિભાગે પુસ્તકનું વિમોચન કર્યું છે જેમાં ગીતાના સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર સાથે સચિત્ર પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે જે બાબતે આજે કોંગ્રેસે શાસક પક્ષ પર આક્રમક પ્રહારો કરવા સાથે જણાવ્યું હતું કે ભાજપ દ્વારા જે કામ કરવાનું હોય તે કરવામાં આવતું નથી.અત્યારે ભગવદ્ ગીતાને પાઠ્યક્રમમાં સમાવેશ કરી તે સારી બાબત ગણાય. પરંતુ હાલ રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ છે જે સુધારવાનું કામ કરવાને બદલે નવા પાઠ્યક્રમ શરૂ કરી ભાજપ દ્વારા શિક્ષણ વિભાગમાં વધુ એક બોજ નાખવામાં આવી રહ્યો છે.
શાળાના ઓરડાઓ જર્જરિત :કોંગ્રેસ નેતા મનીષ દોશીએ શિક્ષણને લઈ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે હાલ શાળાના ઓરડાઓ જર્જરિત હાલતમાં છે, રાજ્યમાં શિક્ષકોનો ઘટ છે જેને કારણે વિદ્યાર્થીઓને મહત્તમ શિક્ષણનો જે લાભ મળવો જોઈએ તે મળી નથી રહ્યો. જેથી સરકારે સૌ પ્રથમ શિક્ષકોની ઘટ પૂરી કરવી જોઈએ.પરંતુ શિક્ષકોની ઘટ પૂરી કરવામાં સરકાર ઉદાસીનતા સેવી રહી છે.
પહેલાં શિક્ષકોની ભરતી કરો : કોંગ્રેસ નેતા મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે દરેક ધર્મગ્રંથ લોકોને સારી અને સાચી સમજણ આપે છે અને ભગવદ્ ગીતામાં પણ ગુરુ અને શિષ્ય સાથેના સંબંધની સાચી સમજ આપવામાં આવી છે. ત્યારે ગુરુની ઘટ પૂરી કર્યા વગર શિષ્યને શિક્ષણ આપવાની વાત કરતી ભાજપ સરકારે પહેલા ગુજરાતના માધ્યમિકથી લઇ ઉચ્ચ શિક્ષણમાં શિક્ષકોની ભરતી કર્યા બાદ ધર્મનું શિક્ષણ આપવાની વાત કરવી જોઈએ.
- Hsc Exam Result 2023 : આજીવન માર્ગદર્શન મળે તે માટે ધો 12માં પાસ થનારને વિદ્યાર્થીઓને ભગવદ ગીતા ભેટમાં અપાઇ
- Bhagavad Gita Teaching : સુરતની શાળાના આચાર્યનો ભગવદ્ ગીતાનો ક્લાસ ફુલ, શા માટે થઇ રહ્યું છે શિક્ષણ જૂઓ