અમદાવાદગુજરાતની વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) પહેલા રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. ત્યારે હવે હવે કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે (Gujarat Congress President Jagdish Thakor) ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ અમારી પાર્ટીને પ્રચાર (Campaign for Gujarat Election 2022) કરવા દેતી નથી. તેમ જ ભાજપ પેરોલ પર છોડીને કૉંગ્રેસના લોકોને ડરાવવા અને ધમકાવવાનો પ્રયત્ન (Jagdish Thakor slams BJP over Election Campaign) કરી રહી છે.
ભાજપ જાહેરાતોમાં ગેરફાયદો ઉઠાવી રહી છેકૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે (Gujarat Congress President Jagdish Thakor) ભાજપ પર કટાક્ષ અને પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ દ્વારા તમામ રાજકીય પાર્ટીઓને સરખી રીતે જાહેરાતો અને પ્રચારપ્રસાર (Campaign for Gujarat Election 2022) માટે યોગ્ય વ્યવસ્થા મળતી હોય છે, પરંતુ ભાજપ તેનો ગેરફાયદો ઉઠાવી રહ્યો છે અને બધા જ લાભ ભાજપને આપવામાં આવી રહ્યા છે.
અમને હેરાન કરવામાં આવે છેતેમણે વધુમાં(Gujarat Congress President Jagdish Thakor) ઉમેર્યું હતું કે, જ્યારે અમારી કોંગ્રેસની મહાસભા કે જાહેર સભા હોય છે ત્યારે કૉંગ્રેસ પાર્ટીને દૂર પાર્કિંગ આપે છે. અમે વિનંતી કરીએ છીએ કે, પાર્કિંગ તમે જ્યાં આપો ત્યાં પણ સૌથી પહેલા વ્હીકલ આવે એ મીટિંગના સ્થળે બધાને ઉતારીને પછી પાર્કિંગના સ્થળે ચાલ્યા જાય. ત્યારબાદ પાર્કિંગમાંથી લઈને અમે બધાને છૂટા પાડી દેશો આવી વ્યવસ્થાની જાણ વિનંતી કરવા છતાં પણ સરકારી તંત્ર દ્વારા ના કરવામાં આવે છે. તેમ જ સરકારી તંત્ર દ્વારા 6 કિલોમીટર દૂર પાર્કિંગ કરાવવામાં આવે છે.
ભાજપ અને તંત્રની મિલીભગતનો આક્ષેપ ભાજપ અને (Jagdish Thakor slams BJP over Election Campaign) સરકારી તંત્ર એવું ઈચ્છે છે કે, અમારી જાહેર સભા મોડી થાય અને જાણી જોઈને પાર્કિંગ દૂર આપવામાં આવતા અમને હેરાન કરવામાં આવી રહ્યા છે.
ચૂંટણી પંચ સમક્ષ મુકીશું વિગતો કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે (Gujarat Congress President Jagdish Thakor) ભાજપ પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું હતું કે, અનેક પ્રકારના ગંભીર સવાલો ભાજપ પર ઉઠી રહ્યા છે. કારણ કે, અમને એવી જાણકારી મળી છે કે, અમુક વિસ્તારોના જે મોટા બૂટલેગરો છે, જે ગંભીર ગુનાઓમાં જેલમાં છે. એવા લોકોને ભાજપ 15 દિવસ કે મહિનો પેરોલ પર છોડાવીને મદદ કરે છે. તેમ જ કૉંગ્રેસના લોકોને ડરાવે, ધમકાવે છે. તેમ જ કૉંગ્રેસને મત ના આપે તે માટે એવું ગંભીર પ્રકારનું પ્લાનિંગ પણ ભાજપ (Jagdish Thakor slams BJP over Election Campaign) કરી રહી છે. આ સમગ્ર વિગતો અમે ચૂંટણી પંચ સમક્ષ મૂકવાના છીએ.
કૉંગ્રેસ 125થી વધુ બેઠક જીતશેતેમણે ઉમેર્યું (Gujarat Congress President Jagdish Thakor) હતું કે, કૉંગ્રેસના કાર્યકરો મજબૂત છે અને પ્રજાએ 2022ની ચૂંટણીમાં મન બનાવી લીધું છે. તો આ વખતે કોંગ્રેસ 125થી વધુ બેઠક પર જીત હાંસલ કરવાની છે.
પવન ખેરાએ AAPને લીધી આડેહાથકૉંગ્રેસના નેતા પવન ખેરાએ આમ આદમી પાર્ટીને આડે હાથ લેતા કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન જેલમાં મસાજ કરાવી રહ્યા હતા, જે બીમાર નથી પણ કેજરીવાલની આખી સરકાર બીમાર છે. સત્યેન્દ્ર જૈનનો જેલનો વિડીયો વાયરલ થયો છે. તેમાં મસાજ કરનાર એ કોઈ ફિઝિયોથેરાપિસ્ટ નહતો, પરંતુ દુષ્કર્મનો આરોપી છે અને પોતાની પૂત્રી પર જ દુષ્કર્મ કરવાનો આરોપ છે. જ્યારે એક દુષ્કર્મનો આરોપી નેતાને મસાજ કરતા હોય ત્યારે પીડિતને ન્યાય મળવાની શક્યતા કેટલી હોય છે. આમ આદમી પાર્ટી જ આખી ભ્રષ્ટાચારી નેતાઓથી મળેલી છે.