- કોંગ્રેસ આગેવાનોએ રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના પરિવારજનોને સાંત્વના આપી
- અહેમદ પટેલના નિવાસ સ્થાન પીરામણ ગામ ખાતે પહોંચ્યા કોંગ્રેસ આગેવાનો
- કોંગ્રેસ આગેવાનોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા
અમદાવાદ : રાજ્ય સભાના સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું નિધન 25 નવેમ્બરના રોજ થયું હતું. ત્યારે અનેક લોકો પરિવારજનોને સાંત્વના આપવા પહોંચી રહ્યા છે. સોમવારના રોજ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહીત અનેક આગેવાનો અહેમદ પટેલના નિવાસ સ્થાન પીરામણ ગામ ખાતે પહોંચ્યા હતા અને તેમના પુત્ર ફૈઝલ પટેલને મળી સાંત્વના પાઠવી હતી. આ સાથે જ અહેમદ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સહીત તાલુકા અને શહેર કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો પણ અહેમદ પટેલના નિવાસ સ્થાને પહોચ્યા હતા અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
ગુજરાત કોંગ્રેસના આગેવાનોએ પણ મુલાકાત લીધી
રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું નિધન થતા અનેક રાજકીય આગેવાનો તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. ત્યારે ગુજરાત કોંગ્રેસના ચૂંટાયેલા તમામ ધારાસભ્યો પણ સોમવારના રોજ પીરામણ પહોંચ્યા હતા અને અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલને મળી તેમને સાંત્વના પાઠવી હતી.