જામનગરમાંથી હાર્દિક પટેલ ચૂંટણી ના લડે તો કોંગ્રેસ મહિલા ઉમેદવારની પસંગદી કરી શકે છે. જામનગર લોકસભા બેઠક માટે કોંગ્રેસ પ્રવીણ માડમની પુત્રી મિતલ બેન ગોરીયાને ટિકિટ આપી શકે છે. મિતલબેન ગોરિયા દ્વારકા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. મિતલબેન ગોરિયા વર્તમાનમાં દ્વારકા જિલ્લા પંચાયતના સભ્ય છે. મિતલબેન જામનગર લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર પૂનમ માડમનાકાકાની પુત્રી છે.
અમદાવાદ પૂર્વ, જામનગર અને અમરેલી બેઠક માટે કોંગ્રેસ ગુંચવાઈ... - AHD
અમદાવાદ: અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માટે કોંગ્રેસમાં કોકડુ ગુંચવાયું હોય તેનું લાગી રહ્યું છે, અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના દાવેદાર હિમાંશુ પટેલ પોતાની ટિકિટ કપાવવાના ડરથી દિલ્હી પહોંચ્યાં હતા. હિંમતસિંહ પટેલને અમદવાદ પૂર્વ બેઠકની ટિકિટ મળી શકે છે, જેના કારણ હિમાંશુ પટેલે દિલ્હીમાં કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ અને અહમદ પટેલ સાથે મુલાકાત કરી હતી.
ફાઈલ ફોટો
અમરેલી લોકસભા બેઠક માટે કોંગ્રેસમાં કોકડૂ ગુચંવાયું છે, અમેરલી બેઠક માટે 3 ધારાસભ્યોએ દાવાદારી નોંધવી છે. જેમાં વિરજી ઠુમ્મર, જેવી કાકડીયા અને પ્રતાપ દુધાત વચ્ચે ટિકિટ બાબતે ખેંચતાણ ચાલી રહી છે. અમરેલીનું કોકડૂ ઉકેલવારાહુલ ગાંધીએ પરેશ ધાનાણીને જવાબદારી સોંપી છે. જેથી રાહુલ ગાંધીના આદેશથી વિપક્ષના નેતા પરેશ ધાનાણીની હાલત કોફડી બની છે. જો સમાધાન નથાય તો કોંગ્રેસ પરેશ ધાનાણીને અમરેલીથી મેદાનમાં ઉતારી શકે છે.