ગુજરાત

gujarat

ETV Bharat / state

Lok Sabha Election 2024 : ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને દિલ્હીનું તેડું, પ્રભારી અને પ્રદેશ પ્રમુખની નવી વરણી? - લોકસભા ચૂંટણી 2024

ગુજરાત કોંગ્રેસના સીનીયર નેતાઓને દિલ્હીનું તેડું આવ્યું છે.નવી દિલ્હીમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના મોવડીમંડળ સાથે બેઠક બાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને પ્રદેશ પ્રમુખની વરણી કરાશે એવા સમાચાર મળી રહ્યા છે.

Lok Sabha Election 2024 : ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને દિલ્હીનું તેડું, પ્રભારી અને પ્રદેશ પ્રમુખની નવી વરણી?
Lok Sabha Election 2024 : ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને દિલ્હીનું તેડું, પ્રભારી અને પ્રદેશ પ્રમુખની નવી વરણી?

By

Published : Jun 7, 2023, 8:52 PM IST

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ હતી. ડિસેમ્બર 2022માં યોજાયેલી ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસને માત્ર 17 બેઠકો જ મળી હતી. જેને પગલે પૂરતી બેઠકો ન હોતાં વિપક્ષનું પદ પણ ગુમાવી દીધું છે. વિધાનસભા ચૂંટણીમાં કારમી પછાડની અસર એવી ઘેરી હતી કે આજ દિન સુઘી કોંગ્રેસ મોવડીમંડળ પણ સુસ્ત પડી ગયું હતું. તાજેતરમાં કર્ણાટક ચૂંટણીમાં વિજય મળ્યાં પછી જીવમાં જીવ આવ્યો છે તે દેખાઇ રહ્યું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામો પછી પક્ષે સંગઠનમાં કોઈ જ ફેરફાર કર્યા નથી. જેથી હવે લોકસભા અને રાજ્યસભાની ચૂંટણીઓ આવી રહી છે, તે પહેલા સંગઠનમાં ફેરફારની આવશ્યકતા ઉભી થઈ છે.

કોણ કોણ દિલ્હી ગયાં : ગુજરાત કોંગ્રેસના સીનીયર નેતાઓને દિલ્હીનું તેડુ આવ્યું છે. મોવડીમંડળ સાથે બેઠક બાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને પ્રદેશ પ્રમુખની વરણી કરાશે, એવા સમાચાર મળી રહ્યા છે. જાણકાર સૂત્રોમાંથી મળતાં સમાચાર મુજબ ગુજરાત કોંગ્રેસના સીનીયર નેતાઓને દિલ્હીનું તેડુ આવ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયા, અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ, તુષાર ચૌધરી અને શૈલેષ પરમાર દિલ્હીમાં છે. મોવડીમંડળ સાથે બેઠક કરીને ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને પ્રદેશ પ્રમુખના નામ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે એમ જાણવા મળી રહ્યું છે.

કર્ણાટકના પરિણામ પછી પક્ષમાં નવો જુસ્સો : કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે સાથે બેઠક કયારે થશે, તે અંગે હજી કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી. પણ આજે રાત્રે અથવા કાલે સવારે બેઠક થઈ શકે છે. જેમાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ પછી ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા અંગે સમીક્ષા થશે એમ મનાઈ રહ્યું છે. કર્ણાટકમાં કોંગ્રેસની ભવ્ય જીત પછી પક્ષમાં નવા જોમ અને જુસ્સાનો સંચાર થયો છે. આથી પક્ષ હવે સ્હેજ પણ ચલાવી લેવાના મુડમાં નથી.

કોંગ્રેસ નવું સંગઠન તૈયાર કરશે : લોકસભા ચૂંટણી 2024માં આવી રહી છે, તે અગાઉ કોંગ્રેસનું સંગઠન તૈયાર કરીને ગ્રાઉન્ડ લેવલ કામ શરૂ કરવા માટે કોંગ્રેસ મોવડીઓ હાકલ કરશે. જો કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હારના કારણો અંગે પણ ચર્ચા આ બેઠકમાં થઈ શકે છે. હાલમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને પ્રભારી રાજસ્થાનના આરોગ્યપ્રધાન ડૉકટર રઘુ શર્મા છે. જો કે પ્રભારીની કામગીરી સામે પક્ષના જ કેટલાક નેતાઓ અને કાર્યકરોએ પ્રશ્નો ઉઠાવ્યા હતાં જેથી પક્ષમાં અસંતોષ છે.

આપને રોકવા સ્ટ્રેટેજી : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 5 બેઠકો મળી અને તેમનો ઉદય થયો, તો કોંગ્રેસ આ મુદ્દા પર પણ ચર્ચા કરશે. આપ આગળ ન વધે તે માટે સ્ટ્રેટજી ઘડાશે અને કોંગ્રેસને ફરીથી લોકપ્રિયતા મળી રહે, તે માટે કોંગ્રેસનું મોવડીમંડળ વિચાર કરશે.

  1. Gandhinagar news: કોંગ્રેસ નેતાઓ સીએમ સાથે મુલાકાત કરવા પહોંચ્યા, જનમંચમાં મળેલી ફરિયાદો અંગે રજૂઆત
  2. Unseasonal Rain : બોગસ બિયારણથી લઈને કમોસમી વરસાદના સર્વેમાં ગોટાળાને મામલે કોંગ્રેસ કર્યા સરકાર પર પ્રહાર
  3. Rajya Sabha Election 2023 : ગુજરાતમાં ઓગસ્ટમાં રાજ્યસભાની ચૂંટણી યોજાવાની સંભાવના, કોણ થશે રીપીટ?

ABOUT THE AUTHOR

...view details