ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસની પ્રથમ યાદીમાં 43માંથી 37 નવા ચહેરાને ટિકિટ ફાળવાઇ - ઘાટલોડિયા બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Elections 2022 ) માટે 182 બેઠકમાંથી કોંગ્રેસે 32 ઉમેદવારોની પ્રથમ યાદી ( Gujarat Congress Candidate First List ) જાહેર કરી છે. આ યાદીમાં 6 ઉમેદવારોને રીપીટ કરાયા છે અને 37 નવા ચહેરાને સ્થાન ( No Repeat Theory ) આપવામાં આવ્યું છે. કોંગ્રેસની પ્રથમ યાદીનું વિશ્લેષણ (Analysis of the First List of Congress ) કરતો અહેવાલ ઈ ટીવી ભારત પર.

કોંગ્રેસની પ્રથમ યાદીમાં 43માંથી 37 નવા ચહેરાને ટિકિટ ફાળવાઇ
કોંગ્રેસની પ્રથમ યાદીમાં 43માંથી 37 નવા ચહેરાને ટિકિટ ફાળવાઇ

By

Published : Nov 5, 2022, 7:42 PM IST

અમદાવાદગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Elections 2022 )નું બે તબક્કામાં મતદાન યોજાશે. પહેલી ડિસેમ્બરે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની કુલ 89 બેઠકો માટે મતદાન થશે. પાંચ ડિસેમ્બરે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની કુલ 93 બેઠકો માટે મતદાન થશે. ચૂંટણી જાહેર થયાના બીજા દિવસે કોંગ્રેસે દિલ્હીથી ઉમેદવારોની પ્રથમ યાદી ( Gujarat Congress Candidate First List ) જાહેર કરી છે.

તબક્કાવાર નામ જાહેર કોંગ્રેસે ઉમદવારોની જાહેર કરેલ પ્રથમ યાદીમાં પ્રથમ તબક્કાની 23 બેઠકોના ઉમેદવાર છે અને બીજા તબક્કાની 20 બેઠકોના ઉમેદવાર છે. આ યાદી (Analysis of the First List of Congress ) જાહેર થઈ છે તેમાં કુલ 43 બેઠકો પર 43 નામ ( Gujarat Congress Candidate First List ) જાહેર કર્યા છે.

38 બેઠક પર ભાજપ જીતી હતી જાહેર થયેલ 43 બેઠકોનું એનાલિસીસ કરીએ તો 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 38 બેઠક પર ભાજપ જીતી હતી, 1 બેઠક પર એનસીપી, એક અપક્ષ અને 3 બેઠક પર કોંગ્રેસ જીતી હતી. આ બેઠકો પર કોંગ્રેસે ઉમેદવારોના નામ (Analysis of the First List of Congress ) જાહેર કર્યા છે. જેમાં 2017માં જે ચૂંટણી લડ્યા છે, તેમાં 6 રીપીટ છે અને 37 નવા ઉમેદવારોને ટિકિટ ( No Repeat Theory )આપી છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલ સામે એડવોકેટ અમીબહેન યાજ્ઞિકઅમદાવાદના ઘાટલોડિયાની વીઆઈપી બેઠકની વાત કરીએ અહી ભાજપના ઉમેદવાર અને ગુજરાતના વર્તમાન સીએમ ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી લડશે. તેમની સામે કોંગ્રેસના ઘાટલોડિયા બેઠક ઉમેદવાર અમીબહેન યાજ્ઞિકને ટિકિટ ( Congress Ghatlodia seat candidate Ami Yagnik ) આપી છે. અમીબહેન સીનીયર રાજકારણી છે. રાજ્યસભાના સાંસદ છે અને તેઓ હાઈકોર્ટ એડવોકેટ છે. અમીબહેન કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા છે. જો કે ઘાટલોડિયા બેઠક એ વર્ષોથી ભાજપનો ગઢ જ રહ્યો છે. પૂર્વ સીએમ આનંદીબહેન પટેલ પણ ઘાટલોડિયા બેઠક પર ચૂંટણી લડ્યા હતાં અને રેકોર્ડબ્રેક માર્જિનથી જીત મેળવી હતી. આ બેઠક પરથી ગુજરાતને બે સીએમ મળ્યાં છે.

પોરબંદરમાં અર્જુનભાઈ મોઢવાડિયાને પાંચમી વખત ટિકિટપોરબંદર બેઠકની વાત કરીએ કોંગ્રેસે સતત પાંચમીવાર અર્જુનભાઈ મોઢવાડિયાને ટિકિટ ( Arjunbhai Modhwadia ) આપી છે. 1997થી અર્જુનભાઈ ચૂંટણી લડી રહ્યા છે. 2002-2007માં આ બેઠક પરથી અર્જુનભાઈ જીત્યા હતાં. 2012-2017માં હારી ગયા હતાં. તેમ છતાં કોંગ્રેસ ફરીથી તેમના પર વિશ્વાસ મુકીને ટિકિટ આપી છે. અર્જુન મોઢવાડિયા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચુક્યા છે.

કનુ કળસરિયા કોમનમેનને મહુવામાં ટિકિટ કોંગ્રેસ ભાવનગર મહુવા બેઠક પર કનુ કળસરિયાને ટિકિટ (Ticket to Kanu Kalasaria ) આપી છે. કનુ કળસરિયા કોમનમેન તરીકે ઓળખાય છે. આમ તો તેમનું મૂળ ભાજપ છે. કેશુભાઈ પટેલ કાયમ તેમના ઘેર આવતાજતાં હતાં. બે વખત તેઓ ભાજપની બેઠક પર ધારાસભ્ય બન્યા હતાં. અને પછી ભાજપની સામે પણ પડ્યાં હતાં. હવે તે 2022માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.

પાટીદાર મત અંકે કરવા ટિકિટ ગાંધીનગર દક્ષિણ બેઠક પર હિમાંશુભાઈ પટેલ, વડોદરાના સયાજીગંજ બેઠક પર નરેન્દ્ર રાવતના પત્ની અમીબહેન રાવતને ટિકિટ આપી છે. અમદાવાદના અમરાઈવાડીમાં ધર્મેન્દ્ર પટેલને ટિકિટ આપીને પાટીદાર વોટ અંકે કરવા માટે ઉમેદવાર (Gujarat Elections 2022 )બનાવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details