મધ્યપ્રદેશમાં હજુ લોકસભાની 7માં તબક્કાનુ મતદાન બાકી છે, ત્યારે ભાજપ પક્ષ ત્યાં વધારે લોકસભાની સિટો જીતે તે માટે ગુજરાતથી મુખ્યપ્રધાન વિજય રૂપાણી મધ્યપ્રદેશમાં આગામી તા. ૧૯ મેંના લોકસભાની ચૂંટણીઓના સાતમા તબક્કાના યોજાનારા મતદાન સંદર્ભમાં ભાજપા ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર અભિયાનમાં મધ્યપ્રદેશના પ્રવાસે હતા.
ચૂંટણીની વ્યસ્તતામાં પણ સમય કાઢીને મુખ્યપ્રધાન રૂપાણીએ મહાકાલેશ્વર મહાદેવના દર્શન-પૂજન કર્યા - Loksabha Election 2019
અમદાવાદઃ લોકસભાની ચૂંટણીના 7માં તબક્કાનુ મતદાન બાકી છે, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી મંગળવારના રોજ ચૂંટણી પ્રચારમાં મધ્યપ્રદેશના પ્રવાસે હતા. ઉજ્જૈનમાં મુખ્યપ્રધાન રૂપાણીએ ગુજરાતી સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી, જેમાં ભાજપ પક્ષનો મધ્યપ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય થાય તે અંગેની ચર્ચા પણ કરવામાં આવી હતી. ચૂંટણી પ્રચાર બાદ મુખ્યપ્રધાન રૂપાણી તેમની પત્ની સાથે મધ્યપ્રદેશના સુપ્રસિધ્ધ મહાકાલેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા.
મુખ્યપ્રધાન રૂપાણીએ મહાકાલેશ્વર મહાદેવના દર્શન-પૂજન કર્યા
મધ્યપ્રદેશમાં વસવાટ કરતા ગુજરાતી સમાજના પ્રબુધ્ધ નાગરિકો સાથે બેઠક પણ યોજી હતી અને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં મતદાન માટે અનુરોધ કર્યો હતો.
મઘ્યપ્રદેશમાં ચૂંટણીપ્રચાર પુર્ણ કર્યા બાદ વિજય રૂપાણીએ ઉજૈનમાં સુપ્રસિધ્ધ મહાકાલેશ્વર મંદિરમાં ભકિતભાવપૂર્વક પૂજન-અર્ચન કર્યા હતા. સાથે જ ગુજરાતની સર્વાંગી ઉન્નતિ અને ઉત્તરોત્તર વિકાસ-પ્રગતિ માટે શિશ ઝુંકાવ્યુ હતુ. આ સાથે જ ઉજ્જૈન નગરમાં આવેલા કાળભૈરવ મંદિર, હરસિધ્ધિ માતા તેમજ મણિભદ્ર મંદિરના દર્શને પણ ગયા હતા અને શ્રધ્ધાપૂર્વક પૂજા કરી હતી.