અમદાવાદઃ મોટેરા સ્ટેડિયમ સીએમ રૂપાણી સાથે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, રાજ્યના ડીજીપી, મુખ્યસચિવ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. તમામ લોકો સાથે મળીને સીએમ રૂપાણીએ સ્ટેડિયમનું નિરીક્ષણ કરીને ચર્ચા કરી હતી. સ્ટેડિયમની સીએમ રૂપાણી હજુ મુલાકાત લે તેવી શક્યતા છે.સ્ટેડિયમ પૂર્ણ રીતે તૈયાર થયા બાદ સીએમ દ્વારા ફરીથી મુલાકાત લેવામાં આવવાની સંભાવના છે.
અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું સીએમ રૂપાણીએ કર્યું નિરીક્ષણ
ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવવાના છે. ત્યારે સ્ટેડિયમ અને ગાંધી આશ્રમમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તૈયારીઓ અને અન્ય વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવા માટે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા હતા.
અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું સીએમ રૂપાણીએ કર્યું નિરીક્ષણ
સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ માટે સૌભાગ્યની વાત છે કે, અમેરિકાના પ્રમુખ વૉસિંગટનથી સીધા અમદાવાદ આવશે. ટ્રમ્પનું લોકો ઉત્સાહભેર સ્વાગત કરશે. મોટેરા સ્ટેડિયમમાં પણ 1 લાખથી વધુ લોકો હાજર રહેશે અને તમામ લોકો માટે પાર્કિંગથી લઈને પાણી સુધીની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.