ગુજરાત

gujarat

ETV Bharat / state

CM પટેલ સરકાર 2.O: OBC, આદિવાસી અને પટેલોનું કદ ઘટ્યું - BJP Government in Gujarat

ગાંધીનગરમાં આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (gujarat cm bhupendra patel) સહિત પ્રધાન મંડળના (CM Bhupendra Patel Cabinet Oath Ceremony) સભ્યો શપથ ગ્રહણ કરશે. ત્યારે આ પ્રધાન મંડળમાં કઈ જ્ઞાતિના કેટલા ધારાસભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ચૂંટણીથી લઈને સરકાર સુધીમાં પટેલોનો દબદબો રહ્યો છે. તો આ વખતે પટેલોનું કદ પણ ઘટી ગયું છે. સાથે જ કઈ જ્ઞાતિનું કદ વધ્યું ને કઈ જ્ઞાતિનું કદ (Gujarat Cabinet Caste wise analysis) ઘટ્યું તે અંગે સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આ અહેવાલમાં.

Etv Bharat1CM પટેલ સરકાર 2.Oમાં OBC અને આદિવાસીઓનું કદ ઘટ્યું, પહેલા કઈ જ્ઞાતિના કેટલા ઉમેદવારો હતા જૂઓ
Etv Bharat1CM પટેલ સરકાર 2.Oમાં OBC અને આદિવાસીઓનું કદ ઘટ્યું, પહેલા કઈ જ્ઞાતિના કેટલા ઉમેદવારો હતા જૂઓ

By

Published : Dec 12, 2022, 11:14 AM IST

Updated : Dec 12, 2022, 11:20 AM IST

અમદાવાદરાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election 2022) 156 બેઠકો જીતીને ભાજપે ઐતિહાસિક વિજય તો મેળવ્યો છે. સાથે જ દર વખતે નવા પ્રયોગ માટે જાણીતી ભાજપે આ વખતે પણ સૌથી નાનું પ્રધાનમંડળ રાખીને એક નવો પ્રયોગ કર્યો છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (gujarat cm bhupendra patel) સહિત પ્રધાન મંડળના સભ્યો આજે હેલિપેડ ગ્રાઉન્ડ (Gandhinagar Helipad Ground) ખાતે પ્રધાન પદના શપથ ગ્રહણ કરશે. ત્યારે આ વખેત કઈ જ્ઞાતિના કેટલા ધારાસભ્યોને પ્રધાન મંડળમાં સમાવવામાં (Gujarat Cabinet Caste wise analysis) આવ્યા છે. જોઈએ આ અહેવાલમાં .

કેબિનેટ બીજી વખત શપથ લેશે આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (gujarat cm bhupendra patel) સહિત પ્રધાન મંડળના (CM Bhupendra Patel Cabinet Oath Ceremony) સભ્યો બીજી વખત શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે. ત્યારે આ વખતના પ્રધાનમંડળમાં 3 પટેલ, 5 OBC, 1 SC, 3 ST, 1 જૈન, 2 ક્ષત્રિય અને એક અન્ય જ્ઞાતિના ધારાસભ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વર્ષ 2021માં કઈ જ્ઞાતિના કેટલા પ્રધાન હતા વર્ષ 2020માં કોરોના મહામારી આવે તે સમયે સરકારની કામગીરીથી નાખુશ થઈને વર્ષ 2021માં મુખ્યપ્રધાન સહિતનું પ્રધાન મંડળ જ બદલી નાખવામાં આવ્યું હતું. આ સાથે જ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Rupani Government in Gujarat) સહિત તેમના પ્રધાનમંડળના સભ્યોએ એકસાથે રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ વર્ષ 2021માં રાજ્યના નવા મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલની (gujarat cm bhupendra patel) જાહેરાત કરવામાં આવી હતી. સાથે જ તેમના કેબિનેટમાં તમામ નવા પ્રધાનોનો સમાવેશ કરાયો હતો. તે સમયે પટેલ સમાજના 8, OBC સમાજના 6, દલિત સમાજનો 1, આદિવાસી સમાજના 5, ક્ષત્રિય સમાજના 3, બ્રાહ્મણ સમાજના 2, જૈન સમાજના 1 સભ્યનો પ્રધાન મંડળનો સમાવેશ કરાયો હતો.

વર્ષ 2017માં કઈ જ્ઞાતિના કેટલા પ્રધાન હતા વર્ષ 2017માં ભાજપે (BJP Government in Gujarat) માંડ માંડ સરકાર બનાવી હતી. તે સમયે 150 પ્લસ બેઠકની વાત કરનારી ભાજપ માત્ર 99 બેઠક પર સમાઈ ગઈ હતી. ત્યારે ભાજપે (BJP Government in Gujarat) તે સમયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને (Rupani Government in Gujarat) બીજી વખત મુખ્યપ્રધાન બનાવ્યા હતા. તો રૂપાણી સરકારના પ્રધાન મંડળમાં પટેલ સમાજના 7, OBC સમાજના 7, દલિત સમાજના 1, આદિવાસી સમાજના 2, ક્ષત્રિય સમાજના 4, બ્રાહ્મણ સમાજના 1 અને જૈન સમાજના 1 સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આદિવાસી સભ્યોનું કદ ઘટ્યું તો આજે નવી સરકારના જે પ્રધાનો શપથ ગ્રહણ કરવાના છે. તેમાં પાટીદાર સમાજના સભ્યોની સંખ્યા ઘટાડીને 3 કરી દેવામાં આવી છે. જ્યારે આદિવાસી સમાજના સભ્યોની સંખ્યા ઘટાડીને 3 કરવામાં આવી છે. આ સાથે જ ભૂપેન્દ્ર પટેલ (gujarat cm bhupendra patel) સરકાર 2.0માં આદિવાસી અને પટેલ સમાજના સભ્યોની સંખ્યા એકસરખી છે.

Last Updated : Dec 12, 2022, 11:20 AM IST

ABOUT THE AUTHOR

...view details