ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના વાયરસને લઇને રાજ્યમાં બે સપ્તાહ સુધી શાળા-કોલેજ બંધ, બોર્ડની પરીક્ષા યથાવત - In Gujarat, schools and colleges closed due to corona virus

કોરોના વાયરસને લઇને મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યુ હતું. આ આરોગ્યલક્ષી બેઠકમાં શાળા, કોલેજો 16 માર્ચ 2020થી બે સપ્તાહ સુધી બંધ રાખવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

gujarat
કોરોના

By

Published : Mar 15, 2020, 5:56 PM IST

અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસને લઇને મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યમાં આરોગ્યલક્ષી સ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં રાજ્યમાં શાળા કોલેજો, સ્વમિંગપુલ અને મલ્ટીપ્લેક્ષ 16 માર્ચથી બે સપ્તાહ માટે એટલે કે, 29 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જયારે ગુજરાતમાં ચાલતી બોર્ડની પરીક્ષાઓ યથાવત રહેશે.

આ સમીક્ષા બેઠકની માહિતી આપતા રાજ્યના મુખ્ય સચિવ અનિલ મૂકીમ અને આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના વાયરસ સામે તકેદારી અને સાવચેતીના આગોતરા પગલાંરૂપે સરકારે કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે. જેમાં રાજ્યમાં શાળા કોલેજો, સ્વમિંગપુલ અને મલ્ટીપ્લેક્ષ 16 માર્ચથી બે સપ્તાહ માટે બંધ રહેશે.

જેમાં જાહેર સ્થળોએ પર થૂંકવા પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. તેમજ ભંગ કરનાર વ્યક્તિ સામે રૂ.500 રૂપિયાનો દંડ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે. તેમજ તમામ ખાનગી સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓને જાહેર કાર્યક્રમો જેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય એવા કાર્યક્રમો ન જવા માટે સરકાર દ્વારા અપીલ કરી છે.

ABOUT THE AUTHOR

...view details