નવરાત્રીના થોડા જ દિવસો બાકી છે, ત્યારે ખેલૈયાઓમાં અંતિમ ચરણનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મન મૂકીને ખેલૈયા ગરબાના તાલે ઝુમી રહ્યા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી નવલી નોરતાના છઠ્ઠા નોરતે ગરબા રમતા ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા ગરબા નિહાળવા આવ્યાં હતાં. આ સાથે ધર્મ પત્નિ અંજલિ રૂપાણી. ગાંધીનગર મેયર રીટા પટેલ પણ હાજર રહ્યાં હતાં. જ્યાં કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાંત જહાએ સ્વાગત કર્યું હતું. ગાંધીનગર કલ્ચર ફોરમના ગરબા જોવા તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી પણ અગાઉ મુલાકાત લઇ ચુક્યા છે, ત્યારે આ સિલસિલો વિજય રૂપાણીએ પણ ચાલુ રાખ્યો છે.
મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા નિહાળ્યા - latest news of gujrat cm
ગાંધીનગરઃ રાજ્યમાં ભક્તિની શક્તિનું પર્વ અને વિશ્વનો લાંબો તહેવાર નવરાત્રી મધ્યાંતરે પહોંચી છે, ત્યારે આજે છઠ્ઠા નોરતે રાજ્યના મુખ્યપ્રધાન તેમના પત્ની સાથે ગાંધીનગર સેક્ટર 11 સ્થિત કલ્ચરલ નિહાળવા આવ્યા હતાં, ત્યારે મુખ્યપ્રધાને કહ્યું કે, ગાંધીનગરને સંસ્કૃતિક નગરી બનાવવામાં કલ્ચર ફોરમનો મોટો હિસ્સો રહ્યો છે.
gfgdfgf
આજે છઠ્ઠા નોરતે એક કલાક સુધી રોકાઇને મુખ્યપ્રધાન અને તેમના પત્નીએ ખેલૈયાઓને નિહાળ્યા હતાં, ત્યારે મુખ્યપ્રધાને કહ્યું કે, ગાંધીનગરને સંસ્કૃતિક નગરી બનાવવામાં કલ્ચરલ ફોરમનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે. જ્યારે બનાસકાંઠામાં પત્રકાર પર થયેલા હુમલાને લઈને કહ્યું કે નિંદનીય બાબત છે અને તેને વખોડું છું. આ પ્રકારનો હુમલો કોઈની ઉપર ન થવો જોઈએ.
Last Updated : Oct 5, 2019, 10:10 AM IST