આ અંગે ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોલિયમ મંત્રી સૌરભ પટેલ જણાવે છે કે, "ગ્રીન બિલ્ડીંગની ડિઝાઈન અને બાંધકામ એ ખૂબ જરૂરી છે. કારણ કે, વીજળીનો વપરાશ એ એક મહત્વપૂર્ણ સૂચકઆંક ઓછો છે કે જે રાષ્ટ્રના વિકાસના સ્તરને નક્કી કરે છે. તે ઝડપી આર્થિક વિકાસ માટેનો તે મુખ્ય પરિબળ છે. ગ્રીન બિલ્ડીંગ એ તમામ લોકો માટે તંદુરસ્ત વાતાવરણને પ્રોત્સાહન આપશે અને તે બિલ્ડિંગની આજુબાજુની જમીન પાણી સંશોધનો અને ઉર્જાને વિક્ષેપ કરશે નહીં."
અમદાવાદમાં એસોચેમ દ્વારા GEM ગુજરાત ચેપ્ટરની શરૂઆત કરાઈ - ઔદ્યોગિક સંગઠન એસોચેમ
અમદાવાદ: શહેરમાં ભારતના સૌથી જૂના ઔદ્યોગિક સંગઠન એસોચેમ કે ગુજરાતમાં પોતાના સસ્ટેઈનીબીલીટી સર્ટિફિકેશન પ્રોગ્રામ ગ્રીન અને ઇકો ફ્રેન્ડલી મુવમેન્ટ GEMનો પ્રારંભ કરાયો છે. જેમાં એસોચેમ પર્યાવરણને અનુકૂળ ગ્રીન બિલ્ડીંગ ડિઝાઇન અને બાંધકામને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે GEM સસ્ટેનીબિલિટી સર્ટિફિકેશન પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. આ પહેલ મારફતે એસોચેમ બિલ્ડિંગ અને તે સંબંધિત વિકાસને GEM સસ્ટેનીબિલિટી રેટિંગ આપે છે.
આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર બીજલ પટેલ જણાવ્યું હતું કે, "અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વિઝન ગતિશીલ ઉત્પાદકીય સુમેળભર્યું અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી સ્વચ્છ અને જીવન શહેરનું વિકાસ કરવાનું છે. જે હેઠળ તેના નાગરિકોને ગુણવત્તાયુક્ત જીવન પૂરું પાડવાની જવાબદારી સ્થાનિક સરકારની છે."
આમ, વર્ષ 2018માં GEM સસ્ટેનીબિલિટી સર્ટિફિકેટ પ્રોગ્રામના પ્રારંભથી જેમ ટ્રેકિંગ સિસ્ટમ ગ્રીન બિલ્ડિંગ સેક્ટરમાં ઝડપથી આગળ વધી છે. જેમાં ભારતભરના 20+પ્રોજેક્ટ અને 100+ સર્ટિફાઇડ પ્રોફેશનલ્સનો સમાવેશ થાય છે. આ સાથે જ આનંદ ટેટુ એ ગુજરાત ચેપ્ટરના ચેરમેન તરીકે શપથ લીધા હતા. તેમજ સસ્ટેનીબિલિટી એજ્યુકેશન અને પર્યાવરણની આગામી ઉચ્ચતમ સ્તરે પહોંચાડવાની ખાતરી આપી હતી.