આયાત નહીં પરંતુ નિકાસ પર ભાર અમદાવાદઃલોકસભામાં કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે વર્ષ 2023-24 માટેનું બજેટ રજૂ કર્યું હતું. ત્યારે સમગ્ર દેશમાં એક જ ચર્ચા ચાલી રહી છે તે છે બજેટ. લોકસભાની ચૂંટણી પહેલા સરકારે પોતાનું અંતિમ બજેટ રજૂ કર્યું હતું. માત્ર ખેડૂત જ નહીં, પરંતુ ઉદ્યોગપતિ, નાના ઉદ્યોગો, મોટા ઉદ્યોગો દરેક વર્ગને ફાયદાકારક થાય તેવું બજેટ છે.
આ પણ વાંચોBudget 2023: સામાન્ય બજેટ 2023માં સંરક્ષણ મંત્રાલયને ₹5.94 લાખ કરોડ ફાળવવામાં આવ્યા
સરકારના આ બજેટને આવકારીએ છીએઃ વેપારીઓઃગુજરાત ચેમ્બર ઑફ કોમર્સના પ્રમુખ પથિક પથવારીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારનું આ બજેટને અમે આવકારીએ છીએ. ઘણા સમય પછી એવું થયું છે કે, ઉદ્યોગ, ખેતી અને સામાન્ય વ્યક્તિને સમાન રાખીને બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટ આઝાદીના 75 વર્ષ અને આગામી આઝાદીના 100 વર્ષના વિકાસને ધ્યાનમાં રાખીને બજેટ રજૂ કરવામાં આવ્યો છે. મધ્યમ વર્ગ માટે જે 5 લાખ રૂપિયા સુધીની મર્યાદા હતી તેને વધારીને 7 લાખ રૂપિયા સુધીની મર્યાદા કરી છે. જે એક સરકારનો સારો નિર્ણય કહી શકાય છે.
આયાત નહીં પરંતુ નિકાસ પર ભારઃઆ બજેટમાં આત્મનિર્ભર ભારતનો વિઝન સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે, જેથી બહારથી આવતી વસ્તુઓના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, પરંતુ જે વસ્તુના સ્પેરપાર્ટના ભાવમાં વધારો જોવા મળતો નથી. એટલે કે, ભારતની જ વસ્તુઓ ભારતમાં જ બને તેનો પ્રાધાન્ય આ બજેટમાં જોવા મળી રહ્યું છે. આ બજેટમાં સરકારે ભારતમાં બનતી વસ્તુઓને વધારે પ્રાધાન્ય આપી ભારતની વસ્તુ વિદેશમાં વિકાસ થાય તેની પર પ્રાધાન્ય આપ્યું છે. આ નિર્ણયથી ભારતની ઈલેક્ટ્રિક સિસ્ટમ માટે એક નવો પગલું કહી શકાય છે.
આ પણ વાંચોBudget 2023 Highlight: જાણો મોદી સરકારના બજેટની મોટી અને મહત્વની જાહેરાતો
ટેક્સની આવકમાં થશે વધારોઃગુજરાત એ એક ઉદ્યોગ ક્ષેત્ર ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. ત્યારે દરેક બજેટની અસર ગુજરાતને થતી જ હોય છે. ત્યાં લાભ તો ક્યાંક નુકસાન પણ થતું હોય છે, પરંતુ આ બજેટ તે ગુજરાતનો ઉદ્યોગને ચોક્કસથી ફાયદો થશે તેવું લાગી રહ્યું છે. આ બજેટથી નાના, મોટા, મધ્યમ દરેક ઉદ્યોગને ચોક્કસપણે ફાયદો થશે. સરકારના આ બજેટથી લોકોને ટેક્સ ભરવા માટેનું પ્રોત્સાહન કરતું પણ બજેટ કહી શકાય છે. સરકારના આ બજેટથી કહી શકાય કે, ભલે સરકારે ટેક્સ સ્લેપ ઘટાડ્યા હોય, પરંતુ ટેક્સની આવકમાં વધારો ચોક્કસપણે થશે.