ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Cabinet Decision : ડીગ્રી એડમિશન માટે ફક્ત એક જ પરીક્ષા, રાજ્ય સરકાર કરશે નવી ભરતીની જાહેરાત - શિક્ષણ વિભાગ

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના વડપણમાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણ વિભાગ અને વિદ્યાર્થીઓના હિતમાં મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે.

Gujarat Cabinet Decision : ડીગ્રી એડમિશન માટે ફક્ત એક જ પરીક્ષા, રાજ્ય સરકાર કરશે નવી ભરતીની જાહેરાત
Gujarat Cabinet Decision : ડીગ્રી એડમિશન માટે ફક્ત એક જ પરીક્ષા, રાજ્ય સરકાર કરશે નવી ભરતીની જાહેરાત

By ETV Bharat Gujarati Team

Published : Aug 23, 2023, 9:05 PM IST

મહત્વના નિર્ણય

ગાંધીનગર : છેલ્લા 15 દિવસથી રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન થયું ન હતું. ત્યારે હવે બેઠક આયોજિત થઇ હતી. આ ઉપરાંત ખેડૂતો માટે સિંચાઈના પાણી છોડવા બાબતની પણ સૂચના નર્મદા વિભાગને કેબિનેટ બેઠકમાં આપવામાં આવ્યું હોવાનું પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

નવી ભરતી બાબતની સૂચના : લોકસભા પહેલા ભરતીની જાહેરાતો લોકસભા ચૂંટણીના ગણતરીના 6 મહિનાઓ બાકી છે. ત્યારે રાજ્ય સરકાર હવે લોકસભા ચૂંટણી બાબતે એક્ટિવ થઈ છે. આજની કેબિનેટમાં રાજ્ય સરકારમાં ખાલી પડેલ સરકારી જગ્યાઓ બાબતે નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્ય સરકારના પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આજની કેબિનેટ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે કેબિનેટ બેઠકમાં સરકારમાં નવી ભરતી બાબતની સૂચના આપવામાં આવી છે. તમામ વિભાગને આપવામાં આવી સૂચના આવી છે. જ્યારે તમામ વિભાગ દ્વારા માંગણા પત્ર પણ તૈયાર કરવામાંની સૂચનાઓ આપી દેવામાં આવે છે.

વરસાદ ખેંચાયો, હવે વીજની માંગ વધી રાજ્યમાં ગત 22 જુલાઈના રોજ ધરખમ વરસાદ નોધાયો હતો ત્યારબાદ રાજ્યમાં છેલ્લા એક મહિનાથી તૂટક તૂટક વરસાદ નોંધાયો છે. ત્યારે આજની કેબિનેટ બેઠકમાં આ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી છે.

રાજ્યમાં 1 મહિનાથી વરસાદ ખેંચાયો છે, વરસાદ ખેંચાતા વીજની માંગ વધારવામાં આવી છે. જ્યારે છેલ્લા 2 દિવસથી 7500 મેગાવોટ વીજળીનો ઉપયોગ વધ્યો છે. ત્યારે રાજ્યમાં વીજળી માંગને પહોંચી વળવા માટે વીજ વિભાગને સૂચના આપવામાં આવી છે...ઋષિકેશ પટેલ(પ્રવક્તા પ્રધાન)

ડિગ્રી માટે ખાસ પરીક્ષાનો નિર્ણય : ગુજરાતમાં ધોરણ 10ની પરીક્ષા આપ્યા બાદ વિદ્યાર્થીઓ ડિપ્લોમા અભ્યાસ કરતા હતાં અને ત્યારબાદ ડિગ્રીમાં તેઓને એડમિશન લેવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ત્યારે રાજ્ય સરકારે હાજરી કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ડિપ્લોમા ટુ ડીગ્રી બાબતે જુદી જુદી પરીક્ષાઓ વિદ્યાર્થીઓને આપવી પડતી હતી. એડમિશન પ્રક્રિયાની પણ તકલીફ પડતી હતી. ત્યારે આજે સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં કોમન એન્ટ્રી ટેસ્ટ લેવામાં આવશે, આમ એક જ ટેસ્ટ પરિક્ષા આપીને ડીગ્રીમાં એડમિશન મળે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

  1. Gandhinagar News : ગુજરાત સરકારે કેબિનેટ બેઠકમાં શિક્ષકો માટે લીધા અતિમહત્વના નિર્ણયો, પ્રવાસી શિક્ષક અને જ્ઞાન સહાયક માટે જાણવા જેવું
  2. Gandhinagar Education News : હવે બાળકો પણ વિમાન ઉડાવવાનો અનુભવ કરી શકશે
  3. Gujarat Cabinet meeting : કેબિનેટ બેઠકમાં આ મુખ્ય બાબતો પર ચર્ચા કરવામાં આવશે, જાણો કયો મુદ્દો રહેશે હોટફેવરિટ

ABOUT THE AUTHOR

...view details