ગુજરાતની 6 બેઠકો પર મતદાન પૂરું, સૌથી વધુ થરાદમાં 65 ટકા અને અમરાઈવાડીમાં સૌથી ઓછું 31 ટકા મતદાન
થરાદમાં 65.47 ટકા, રાધનપુરમાં 59.87 ટકા, ખેરાલુમાં 42.81 ટકા, બાયડમાં 57.81 ટકા, અમરાઈવાડીમાં 31.53 ટકા અને લુણાવાડામાં 47.54 ટકા મતદાન થયું છે.
19:29 October 21
ગુજરાતની 6 બેઠક પર શાંતિપૂર્ણ રીતે મતદાન સમાપ્ત
ગુજરાતની 6 બેઠકો પર મતદાન પૂરું, સૌથી વધુ થરાદમાં 65 ટકા અને અમરાઈવાડીમાં સૌથી ઓછું 31 ટકા મતદાન
થરાદમાં 65.47 ટકા, રાધનપુરમાં 59.87 ટકા, ખેરાલુમાં 42.81 ટકા, બાયડમાં 57.81 ટકા, અમરાઈવાડીમાં 31.53 ટકા અને લુણાવાડામાં 47.54 ટકા મતદાન થયું છે.
18:22 October 21
થરાદમાં 65.47 ટકા, રાધનપુરમાં 59.87 ટકા, ખેરાલુમાં 42.81 ટકા, અમરાઈવાડીમાં 31.53 ટકા, બાયડમાં 57.81 ટકા, લુણાવાડા 47.54 ટકા મતદાન
18:17 October 21
અમદાવાદની અમરાઈવાડી બેઠક પરથી સંવાદદાતા પાર્થ જાનીનો રિપોર્ટ
17:11 October 21
અત્યાર સુધીનું મતદાન
15:22 October 21
6 બેઠકો પર અત્યાર સુધીનું સરેરાશ મતદાન
15:22 October 21
ઉમેદવારોના નામ
15:21 October 21
ગુજરાતની 6 બેઠક પરના ઉમેદવારોના નામ
12:39 October 21
થરાદમાં સૌથી વધુ 20.33 ટકા મતદાન નોંધાયુ
પેટાચૂંટણીના મતદાનની ટકાવારી
થરાદ 20.33
રાધનપુર 18.70
ખેરાલુ 11.88
બાયડ 19.44
અમરાઈવાડી 12.70
લુણાવાડા 16.57
12:20 October 21
10:00 October 21
બાયડમાં ચાર EVM ખોટકાયા
પેટાચૂંટણીના ગરમાવા વચ્ચે બાયડમાં ચાર ઈવીએમ ખોટકાયા હોવાની વિગતો સામે આવી છે.
09:50 October 21
લુણાવાડામાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના મતક્ષેત્રોમાં કર્યુ મતદાન
ઉમેદવાર જીગ્નેશ સેવકે પોતાના વતન ગાંગટા ખાતે કર્યું મતદાન.
ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે પોતાના વતન વિરણીયા ખાતે કર્યું મતદાન
09:46 October 21
9 વાગ્યા સુધી થરાદમાં 7 ટકા મતદાન
9 વાગ્યા સુધી થરાદમાં 7 ટકા મતદાન
09:45 October 21
ખેરાલુ ભાજપ ઉમેદવાર અજમલજી ઠાકોરે મતદાન કર્યુ
ખેરાલુ ભાજપ ઉમેદવાર અજમલજી ઠાકોરે મતદાન કર્યુ
09:32 October 21
ખેરાલુમાં બાબુ ઠાકોરે કર્યુ મતદાન
કોંગ્રેસના ખેરાલુના ઉમેદવાર બાબુ ઠાકોરે કર્યુ મતદાન
09:21 October 21
લુણાવાડામાં કોંગ્રેસ ઉમેદવારનુલમતદાન
લુણવડામા કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે મતાધિકારનો કર્યો ઉપયોગ
09:10 October 21
અમરાઈવાડી કોંગ્રેસ ઉમદવારે કર્યુ મતદાન
અમદાવાદની અમરાઈવાડી વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલે મતદાન કર્યુ. તેમણે પોતાની જીતની આશા વ્યક્ત કરી.
09:09 October 21
પેટાચૂંટણીમાં કેટલીક જગ્યાએ EVM ખોટકાયાં
ગુજરાત વિધાનસભાની છ બેઠકો મતદાન ચાલી રહ્યું છે. આ વચ્ચે અઝમલજી ઠાકોરના ગામમાં જ ઈવીએમ ખોટકાયુ છે. આ ઉપરાંત રાધનપુરમાં પણ ઈવીએમ ખોટકાયા હોવાની ઘટના સામે આવી છે.
09:06 October 21
બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે કર્યુ મતદાન
બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે પેટાચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.
09:02 October 21
શંકર ચૌધરીએ વડનગરમાં કર્યુ મતદાન
ભાજપ નેતા શંકર ચૌધરીએ વડનગરમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. શંકર ચૌધરીએ મીડિયા સમક્ષ ભાજપ તમામ છ બેઠકો પર વિજય મેળવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
09:00 October 21
બાયડથી ભાજપ ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ કર્યુ મતદાન
બાયડથી ભાજપ ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ કર્યુ મતદાન, મતદાન કરતાં પહેલા તેમણે વિશેષ પૂજા-અર્ચના કરી હતી.
08:46 October 21
બાયડમાં કોંગ્રેસ ઉમેદવાર જશુ પટેલે મતાધિકારનો કર્યો ઉપયોગ
બાયડ વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જશુ પટેલ તેમના વતન માલપુરના હેલોદર ગામમાંથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો
08:09 October 21
અમદાવાદની અમરાઈવાડી બેઠક પર મતદાન શરુ
અમદાવાદની અમરાઈવાડી બેઠક પર મતદાન શરુ, અમારા સંવાદદાતા પાર્થ જાનીનો લાઈવ રિપોર્ટ
07:28 October 21
ગુજરાત પેટાચૂંટણીઃ સરેરાશ 8 ટકા મતદાન, રાધનપુર-બાયડ પર સૌની નજર
ન્યૂઝ ડેસ્ક: ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભાની છ બેઠકો પર આજે મતદાન યોજાશે, ત્યારે આ ચૂંટણીને લઈ ખાસ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. ચૂંટણી પંચે પણ અહીં શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને યોગ્ય રીતે મતદાન થઈ શકે તેના માટે ખાસ પ્રકારના આદેશ પણ જાહેર કર્યા છે.
ભારતના ચૂંટણી પંચ દ્વાર ગુજરાતમાં ખાલી પડેલી છ વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે મતદાન યોજાશે, ત્યારે રાજ્યમાં ૬-થરાદ, ૧૬-રાધનપુર, ૨૦-ખેરાલુ, ૩૨-બાયડ, ૫૦-અમરાઇવાડી તથા ૧૨૨-લુણાવાડા વિધાનસભાની પેટા ચૂંટણીઓ માટે આજે મતદાન થવાનું છે. ગુજરાત વિધાનસભાની છ બેઠકોની પેટા ચૂંટણીમાં 14.73 લાખ મતદારો મતદાન કરશે તથા 81 મતદાન મથક પરથી વેબ કાસ્ટિંગ થશે. તેમજ 1781 મથક પર મતદારો મતદાન કરી શકાશે.
સોમવારે સવારે 8 વાગ્યાથી સાંજના 6:30 વાગ્યા સુધી મતદાન યોજાશે. જેમાં ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ થશે, ત્યારે પોલીંગ બુથ પર ચૂંટણીને લઈ EVM અને VVPATનું વિતરણ થઈ ચુક્યું છે. તેમજ EVM અને VVPATનું સ્ટ્રોંગરૂમમાથી ડિસ્પેચ કામગીરી પુર્ણ થઈ છે. તથા સુરક્ષાકર્મીઓ EVM અને VVPATની સુરક્ષા માટે તૈનાત થઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપ અને કોંગ્રેસ બન્ને અમરાઈવાડી બેઠક પર વિજયના દાવા કરી રહ્યા છે. બાયડમાં 316 બુથ પર મતદાન પ્રક્રિયા યોજાશે. જેમાં 1975 કર્મચારીઓ ફરજ બજાવશે. જો બેઠકોની સુરક્ષાની વાત કરીએ તો, બાયડમાં મતદાન સમયે સુરક્ષા માટે પેરામિલેટ્રીની 4 કંપનીઓ તૈનાત કરવામા આવી છે. લુણાવાડા અને રાધનપુર બેઠક પર ચૂંટણી અંતર્ગત પણ સુરક્ષાકર્મીઓ તૈનાત થઈ ચુક્યાં છે.
ખેરાલુ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની તૈયારી અંતર્ગત પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. અહીં 269 મતદાન મથકો પર 2.9 લાખ મતદારો મતદાન કરશે. મતદાન સમયે સુરક્ષા માટે 600 પોલીસકર્મીઓ પણ તૈનાત કરાયાં છે. સાથે જ સુરક્ષાનાં ભાગ રૂપે 3 PI,4 PSI અને 400 પોલીસ કર્મી, CISF-BSFની 2-2 ટીમ અને 100 હોમગાર્ડ તૈનાત રહેશે.
થરાદ વિધાનસભા બેઠક પર ચૂંટણી અંતર્ગત 260 મતદાન કેન્દ્રો પર પ્રિસાઈડિંગ ઓફિસર તૈનાત કરાયાં છે. તેમજ 168 માઈક્રોઓબ્જર્વ, 320 મહિલા કર્મચારીઓ ફરજ બજાવશે. સાથે જ 55 સંવેદલશીલ કેન્દ્રો પર વેબ કેમેરાથી ચૂંટણી પ્રક્રિયાનું રેકોર્ડિંગ કરવામાં આવશે. થરાદમાં 2,17,849 મતદારો મતદાન કરશે. અહીં પણ પોલીસ, હોમગાર્ડ અને BSFના જવાનો મતદાન કેન્દ્રો પર સુરક્ષાનો કારભાર સંભાળશે.