ગાંધીનગર : ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની જંગી બહુમત મળ્યા બાદ આજ વાર્ષિક બજેટ નાણાપ્રધાન કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં ખાસ કરીને પ્રવાસન સ્થળોને વધારે આપવામાં આવ્યું હતું જો કે આ વર્ષનું બજેટ ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ અને ઐતિહાસિક બજેટ છે. જેમાં શ્રમિકો માટે નજીકમાં રૈનબસેેરાનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત આદિવાસી જિલ્લામાં નવી મેડિકલ કોલેજ ખોલવાનું પણ પ્રાધાન્ય આજના બજેટમાં આપવામાં આવ્યું છે.
23 ટકા વધારા સાથેનું બજેટ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત અને દેશ અમૃતકાળ તરફ આગળ વધી રહ્યો છે. આજે નાણાંપ્રધાન કનુ દેસાઈ રજૂ કરેલું 2023-24ના વર્ષનું આ બજેટ દેશના અમૃતકાળમાં ગુજરાતને અગ્રેસર રાખનારૂ બજેટ છે. ગુજરાત છેલ્લા બે દાયકાથી પણ વધારે સમયથી વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ દેશનું ગ્રોથ એન્જિન અને વિકાસનું અગ્રીમ રોલ મોડલ બન્યું છે. 2.45 લાખ કરોડના બજેટ કરતા આ વર્ષે 3 લાખ કરોડ થી વધુનું બજે 23 ટકા ના વધારા સાથે આપણે આપ્યું છે. આ બજેટ આત્મનિર્ભર ભારતથી આત્મનિર્ભર કરનારુ બજેટ છે. ગુજરાતના ઇતિહાસનો અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ છે.
આ પણ વાંચો Gujarat budget 2022-23: વર્ષ 2022-23 દરમિયાન સરકારની આવક અને જાવકનો અંદાજો
કર વેરા વધારા વિનાનું બજેટવધુમાં જણાવ્યું હતું કે આ વખતનું બજેટ એ કોઈ પણ પ્રકારના કર વધારા વિનાનું બજેટ છે. આ વખતના બજેટમાં 91 ટકાનો વધારો વિકાસ યાત્રામાં એક સીમાચિહ્નન બનીને રહેશે. ગુજરાતના વિકાસની આ યાત્રા અવિરત આગળ પણ ચાલી રાખવાની છે આ યાત્રા વધુ મજબૂત રીતે આગળ વધે તે માટે આ પાંચ સ્તંભવાળું બજેટ છે.